બેંકિંગ ફ્રોડ રોકવા માટે RBI લાવી રહ્યુ છે નવી સિસ્ટમ, થશે માત્ર ‘સિક્રેટ કોડ’થી વ્યવહારો

0
45

ડેબિટ અને ક્રેડિટ કાર્ડની લેવડદેવડને સુનિશ્ચિત કરવા માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ નવા વ્યવસ્થા શરૂ કરવાના આદેશ જારી કર્યો છે. આ વ્યવસ્થાને ટોકનાઇઝેશનના નામથી ઓળખવામાં આવશે, જેને લાગૂ કર્યા પછી પેમેન્ટ કંપનીઓ થર્ડ પાર્ટીની સાથે મળીને પોતાના ગ્રાહકોની સુરક્ષા માટે ટોકન જારી કરશે. સતત વધી રહેલા કાર્ડ ફ્રોર્ડની ઘટનાઓને ધ્યાનમાં રાખીને RBIએ આ ગાઇડલાઇન નક્કી કરી છે.

શું છે વ્યવસ્થા:

– ટોકન સિસ્ટમ હેઠળ ગ્રાહકના કાર્ડની વાસ્તવિક ડિટેલ્સને એક વિશેષ કોડ (ટોકન)માં બદલી દેવાશે. આ ટોકનનો ઉપયોગ કરીને ગ્રાહક કોઈ થર્ડ પાર્ટી અથવા પોઇન્ટ ઓફ સેલ (PoS) પર પેમેન્ટ કરી શકશે.

– ટોકન સિસ્ટમ પહેલેથી જ કેટલીક જગ્યાઓએ ઉપયોગમાં લેવાઈ રહી છે. રિઝર્વ બેંકે હવે તેની સીમામાં વધારો કરી દીધો છે. હવે નિયર ફિલ્ડ કમ્યુનિકેશન (એનએફસી), મેગ્નેટિક સિક્યોર ટ્રાન્સમિશન બેઇઝડ કોન્ટેક્ટલેસ ટ્રાન્ઝેક્શન અને ક્યુઆર કોડ આધારિત પેમેન્ટ પણ કરી શકાશે.

– કાર્ડ ઈશ્યુ કરતી કંપનીઓ આ સેવાઓ માટે કોઈ થર્ડ પાર્ટી એપ ડેવલપર પાસેથી ટોકન સર્વિસ માટે કોન્ટેક્ટ કરી શકશે. જોકે આ ટોકનાઈઝડ પેમેન્ટ સિસ્ટમમાં ભાગ લેતી તમામ કંપનીઓને રિઝર્વ બેન્ક સાથે રજીસ્ટર્ડ થવું જરૂરી છે.

– આ સુવિધા માત્ર મોબાઈલ ફોન અને ટેબ્લેટના માધ્યમથી જ મળશે. તેનાથી મળતા ફીડબેકના આધારે પછી અન્ય ડિવાઇસ માટે પણ તેની સેવા વધારાશે.

આ રીતે થશે કામ:

-યૂઝરને ટોકનાઇઝેશન માટે કાર્ડ આપનાર કંપનીને રિકવેસ્ટ કરવાની રહેશે. જે પછી યૂઝર કોઇ કાર્ડની સિસ્ટમ, ટોકન રિક્વેસ્ટ કરનારી કંપનીની ડિટેલ્સ અને યૂઝર ડિવાઇઝના આઇડેન્ટિફિકેશનની ટોકન જનરેટ કરવાની રહેશે. ટોકન જનરેટ કર્યા પછી માત્ર આ કંપનીની સાથે તેણે શૅર કરવામાં આવશે, જેના માટે જનરેટ કરવામાં આવ્યુ છે.

– આ વ્યવસ્થા શરૂ થયા પછી કાર્ડ ધારક પોતાના કાર્ડની ડિટેલ્સ થર્ડ પાર્ટી એપની સાથે શૅર નહી કરી શકે. પહેલા આમ કરવા માટે યૂઝરને કાર્ડનો ડેટા આ વેબસાઇટ્સ અથવા તો એપ પર સેવ કરવો પડતો હતો, જે પછી ચોરી થવાનો ડર રહેતો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here