Wednesday, December 8, 2021
Homeબેંકો આપી રહી છે ગ્રાહકોને નવા કાર્ડ, જાણો ફાયદા સાથે ઘણા છે...
Array

બેંકો આપી રહી છે ગ્રાહકોને નવા કાર્ડ, જાણો ફાયદા સાથે ઘણા છે ગેરફાયદાઓ

છેલ્લા કેટલાક દિવસોથી મોટી સંખ્યામાં ગ્રાહકો વિવિધ બેંકો વિઝા, માસ્ટરકાર્ડ અને અમેરિકન એક્સપ્રેસ કંપનીના કોન્ટેક્ટલેસ કાર્ડ ડેબિટ અને ક્રેડિટ કાર્ડ આપી રહી છે. આવો તેના વિશે થોડીક જાણકારી મેળવી લઈએ… આ બેંકોમાં એસબીઆઈ, એચડીએફસી, આઈસીઆઈસીઆઈ, એક્સિસ અને આઇડીબીઆઇ જેવી બેંકો શામેલ છે. મોલ અને દુકાનોમાં 2,000 રૂપિયા સુધીની ખરીદી માટે આ કાર્ડના ઉપયોગમાં કોઈ પણ પ્રકારના PIN કોડ કે OTPની જરૂર નહી પડે. કાર્ડ મશીનને ટચ કરવાથી પેમેન્ટ થઈ જશે. કોન્ટેક્ટ લેસ કાર્ડની સલામતીને અંગે નિષ્ણાતો કહે છે કે આ કાર્ડના ઉપયોગમાં ભય છે પરંતુ આ કાર્ડથી ઓછામાં ઓછા બે હજાર રૂપિયા સુઘી ખરીદી શકાય છે. જો કે બેંકની એપ્લિકેશન દ્વારા તમે તેની મર્યાદીત રકમ નક્કી કરી શકો છો. ચાલો તેના વિશે જાણકારી મેળવી લઈએ…

બેંકનો દાવો : બેંક તેમની જાહેરાતો અને વેબસાઇટ્સ પર સુરક્ષિત જણાવે છે. તેઓનું કહેવું છે કે આ કાર્ડની સુવિધાથી કાર્ડ તમારા હાથમાં રહે છે અને ક્લોનિંગનો ભય નથી રહેતો અને ત્રણ ઘણું ઝડપી પેમેન્ટ થાય છે. બેંક દાવો કરે છે.

કાર્ડ કામ કેવી રીતે કરશે

આ મશીનથી કાર્ડ લગભગ 4 સેન્ટીમીટર દુર રાખી બતાવવું પડશે. જેનાથી તમારા બેંક ખાતામાંથી પૈસા કપાઈ જશે. આ કાર્ડને સ્વાઇપ કરવાની જરૂર નથી અને PINની પણ જરૂર નહીં પડે.

 

વધારે પેમેન્ટ કરવા માટે OTP જરૂરી

આ કાર્ડથી રૂપિયા બે હજારથી વધારેનું પેમેન્ટ કરવા માટે ઓટીપી અથવા પિન કોડ જોઈશે. જો તમારૂં કાર્ડ કોઈના હાથમાં આવી જાય તો પણ તેના દ્વારા ફક્ત બે હજાર રૂપિયાનું જ પેમેન્ટ થઈ શકશે.

  • સવાલ : જો મારું કાર્ડ ગુમ થઈ જાય તો કેવી રીતે મળશે?
  • જવાબ : સરકારી બેન્કના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે કાર્ડ ગુમ થવાની સ્થિતિમાં તાત્કાલિક બેન્કને જાણ કરી અને કાર્ડ બ્લૉક કરાવવાનું રહેશે. કાર્ડ ગુમ થયાની તમને જાણ થાય તો બેન્ક તમને પૈસા ચુકવી દેશે.
  • સવાલ : જેના હાથમાં કાર્ડ આવશે તે 2000 રૂપિયાની ખરીદી કરી લેશે આ સ્થિતિમાં આગળ શું થશે?
  • જવાબ : બેન્ક અધિકારીના મતે જો એક દિવસની શૉપિંગ લિમિટ રૂપિયા 20,000 હોય તો આ પૈસાની નુકસાની થઈ શકે છે. જોકે, તેના માટે ઓછામાં ઓછું 10 વાર પેમન્ટ થવું જરૂરી છે.
  • સવાલ : મશીન પાસેથી પસાર થતા સમયે ખિસ્સામાં રહેલાં કાર્ડમાંથી પેમેન્ટ થઈ જશે?
  • જવાબ : એક્સપર્ટના મતે કાર્ડ અને મશીન વચ્ચે ઓછામાં ઓછું 4 સેન્ટિમીટરનું અંતર હોવું જરૂરી છે. ખિસ્સામાં રહેલાં કાર્ડ દ્વારા પેમેન્ટ નહીં થાય.

આનંદ મહિન્દ્રાએ પણ ચિંતા વ્યક્ત કરી હતી- મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ ગત વર્ષે એક વીડિયો ટ્વીટ કર્યો હતો. આ વીડિયોમાં એક વ્યક્તિ એક વ્યક્તિ બીજા વ્યક્તિના ખિસ્સા નજીક મશીન ટચ કરી રહ્યો હતો. મહિન્દ્રાએ લખ્યું હતું કે શું આવું થવું શક્ય છે? આ સ્થિતિ ભયજનક છે. મહિન્દ્રાના આ ટ્વીટના જવાબમાં વીઝા સાઉથ એશિયાના કન્ટ્રી હેડ ટીઆર રામચંદ્રને લખ્યુ, ‘આ શક્ય નથી. આવું કરનારને સજા થઈ શકે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments