બેંગલુરુમાં એર શોના રિહર્સલ દરમિયાન 2 વિમાન ક્રેશ; એક પાયલટનું મોત, એક નાગરિક ઘાયલ

0
24

બેંગલુરુ: કર્ણાટકના બેંગલુરુમાં ચાલી રહેલા એર શો દરમિયાન એક મોટી દુર્ઘટના થઈ છે. અહીં યેલહાકા એરપોર્ટ પર એરશો દરમિયાન બે સૂર્યકિરણ એરક્રાફ્ટ એકબીજાને અથડાઈ ગયા હતા. આ દુર્ઘટનામાં એક પાયલટનું મોત થયું છે જ્યારે એક સામાન્ય નાગરિક ઘાયલ થયો હોવાની માહિતી મળી છે. નોંધનીય છે કે, બંને પાયલટે એરક્રાફ્ટ રિહર્સલ દરમિયાન ઉડાન ભરી રહ્યા હતા પરંતુ જ્યારે બંને એરક્રાફ્ટ આકાશમાં પહોંચ્યા ત્યારે તેઓ એકબીજા સાથે જ અથડાઈ ગયા હતા. એર શો 20 ફેબ્રુઆરીથી શરૂ થવાનો છે. પરંતુ તે પહેલાં જ રિહર્સલ દરમિયાન એક મોટી દુર્ઘટના બની છે.

સૂર્યકિરણ એરક્રાફ્ટની ખાસિયત

  • ફેબ્રુઆરી 2015માં ફરી એરફોર્સમાં સામેલ થયું
  • વિમાનની સ્પીડ 450થી 500 કિમીની વચ્ચે
  • HALએ તૈયાર કર્યું છે સૂર્યકિરણ વિમાન
  • 22 મે 1996માં સૂર્યકિરણ ટીમનું ગઠન કરવામાં આવ્યું
  • સૂર્યકિરણે શ્રીલંકાથી સિંગાપોર સુધી 450 શો કર્યા
  • એરો ઈન્ડિયા 2011માં સૂર્યકિરણે અંતિમ ઉડાન ભરી હતી.

5 દિવસ ચાલશે એર શો

દ્વિવાર્ષિક એર શો ‘એરો ઈન્ડિયા 2019’નું આયોજન 20થી 24 ફેબ્રુઆરી દરમિયાન બેંગ્લુરુમાં કરવામાં આવ્યું છે. આ પાંચ દિવસના કાર્યક્રમનું આયોજન ભારતીય વાયુસેનાના યેલહાંકા એરપોર્ટ પર કરવામાં આવ્યું છે. આ એર શોમાં વૈશ્વિક અને ભારતીય એરોસ્પેસની ટેક્નોલોજી અને પ્રોડક્ટ્ને રજૂ કરવામાં આવશે.

એર શોમાં રાફેલ વિમાન પણ થશે સામેલ

નોંધનીય છે કે, આ વખતે એર શો પર બધાની નજર એટલે પણ ટકેલી છે કારણે આ વખતે રાફેલ વિમાનનું પ્રદર્શન પણ થવાનું છે. રાફેલ વિમાનને લઈને છેલ્લાં કેટલાંક દિવસોથી ભારતનું રાજકારણ ચરમસીમાએ પહોંચી ગયું છે. આ દરમિયાન જ્યારે એર શોમાં રાફેલ વિમાન ઉડાન ભરવાનું છે ત્યારે બધાની નજર તેના પર ટકેલી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here