Wednesday, September 22, 2021
Homeબેચરાજી માંડલ માં મોટા ઉદ્યોગ આવતા સીતાપુર ગામ ના તલાટી ની બદલી...
Array

બેચરાજી માંડલ માં મોટા ઉદ્યોગ આવતા સીતાપુર ગામ ના તલાટી ની બદલી છતાં ચાર્જ છોડતા નથી

વિરમગામ: માંડલ તાલુકાના સીતાપુર ગ્રામ પંચાયત ખાતે 13 વર્ષ કરતાં વધુ સમયથી તલાટી તરીકે ફરજ બજાવતા તલાટીની બદલી 8 માર્ચના રોજ કરી દેવાઇ હોવા છતાં તલાટી પોતાની બદલી થયેલી જગ્યાનો ચાર્જ ન સંભાળી સીતાપુર ગ્રામ પંચાયતમાં જ કામ કરતાં નજરે પડતા હોવાથી આ અંગે ભારે વિવાદ સર્જાયો છે. અધિકારીઓ તલાટીને બચાવતા હોય તેવો ઘાટ સર્જાયો છે. બેચરાજી અને માંડલ વિસ્તારમાં હોન્ડા અને મારૂતી સુઝુકી જેવી મોટી કંપનીઓ આવતા અહીં ક્રીમ વિસ્તાર બનતાં તલાટી ચાર્જ છોડતા ન હોવાની ચર્ચાઓ ચાલી રહી છે.

માંડલ તાલુકાના સીતાપુર ગ્રામ પંચાયત ખાતે છેલ્લા 13 વર્ષ કરતાં વધુ સમયથી તલાટી કમ મંત્રી તરીકે એક જ જગ્યાએ કામગીરી સંભાળતા ગિરીશભાઈ પટેલની 8 માર્ચના રોજ વિરમગામ તાલુકાના સચાણા ગામે બદલી થઈ હતી. અને સચાણા ગામનો ચાર્જ તાત્કાલિક ધોરણે સંભાળી લેવા હુકમ કરાયો હતો. જ્યારે સચાણા ગ્રામ પંચાયત તલાટી એલ.ડી. ભરવાડની ફેરબદલી માંડલ તાલુકાના સીતાપુર ગામે થઈ હતી અને તાત્કાલિક સીતાપુર ગ્રામ પંચાયતનો ચાર્જ સંભાળવા હુકમ નાયબ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા કરવામાં આવ્યો હતો.
સીતાપુર ગામના રહીશ કનુભાઈ શ્રીવાસ્તવ દ્વારા તાલુકા વિકાસ અધિકારી માંડલને લેખિત અરજી આપી સીતાપુર ગ્રામ પંચાયત કચેરી ખાતે થી 15 દિવસ પહેલા 8 માર્ચના રોજ તાત્કાલિક ધોરણ બદલીનો હુક્મ હોવા છતાં સીતાપુર ગ્રામ પંચાયત ખાતે દરરોજ કામ કરતા નજરે પડે છે જે બાબત અને બદલી થવા છતાં પંચાયત કચેરીમાં બેસીને શું કામગીરી કરે છે જેની તપાસ કરવા માટે માગણી કરવામાં આવી છે.
વિરમગામ માંડલ તાલુકા વિકાસ અધિકારીનો ટેલિફોનિક સંપર્ક કરીને પૂછપરછ કરતા જણાવેલ કે ગિરીશભાઈ પટેલ પાસેથી સીતાપુર ગ્રામ પંચાયત તલાટી કમ મંત્રીનો ચાર્જ પાછો લઈને હંગામી ધોરણે અરવિંદભાઈ મકવાણાને આપવામાં આવ્યો છે.
અરવિંદભાઈ મકવાણાનો ટેલિફોનિક સંપર્ક કરી સીતાપુર ગ્રામ પંચાયતનો ચાર્જ તમારી પાસે છે તેમ પૂછતા મને આવો કોઈ ચાર્જ સોંપવામાં આવેલો નથી તેમ જણાવ્યું હતું. આ બાબતે તાલુકા વિકાસ અધિકારીને ફોન કરીને જણાવ્યું કે અરવિંદભાઈ મકવાણા જણાવે છે કે મારી પાસે સીતાપુર ગ્રામ પંચાયતનો ચાર્જ નથી ત્યારે તાલુકા વિકાસ અધિકારીએ જણાવ્યું કે અમોએ 8 માર્ચના રોજ અરવિંદભાઈ મકવાણાને સીતાપુરનો ચાર્જ સોંપેલો છે પરંતુ તેમણે ચાર્જ લીધો નથી તે બાબત જાણકારી નથી. તેમને રૂબરૂ બોલાવીને ખુલાસો પૂછીશું.

સૂત્રો પાસેથી મળતી જાણકારી અનુસાર માંડલ તાલુકામાં હોન્ડા અને મારૂતી જેવી મોટી કંપનીઓ આવેલી છે જેથી સીતાપુર સીમમાં ઘણી બધી ફેક્ટરીઓ આવી રહી છે અને ઘણી કાર્યરત પણ છે. ત્યારે આવી ક્રીમ ગ્રામ પંચાયતમાંથી ગિરીશભાઈ પટેલની બદલી રોકવા માટે કર્મચારીઓ, અધિકારીઓ સહિત રાજકારણીઓ દ્વારા પણ પ્રયાસ થઇ રહેલા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments