બેટ દ્વારકાથી ઓખા વચ્ચે ચાલતી ફેરી બોટ આજથી બંધ

0
80

દ્વારકાના ઓખાથી બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરી બોટ સર્વિસ આજથી બંધ કરવામાં આવી છે. ફેરી બોટ સર્વિસના માલિકો બર્થ ચાર્જીસ અને લાયસન્સના ભાડાનો વિરોધ કરી રહ્યા છે. તો ફેરી બોટ સર્વિસ બંધ થતાં શ્રદ્ધાળુઓ બેટ દ્વારકાના દર્શન નહીં કરી શકે.

મહત્વનું છે કે ઓખા બંદરની જે.ટી. પરથી ગુજરાત મેરી ટાઈમ બોર્ડ ઓખા સંચાલિત ફેરી બોટ સર્વિસ દ્વારા બેટ દ્વારકા જવું પડે છે. આ ફેરી બોટ સ્થાનિક લોકોની માલિકીની હોય છે. જે ગુજરાત મેરી ટાઈમ બોર્ડને બર્થ ચાર્જીસ સાથે 18 ટકા GST ચૂકવવો પડે છે.

ફેરી બોટના કુલ વજન એટલે કે 1 ટન વજનના 4 રૂપિયા આપવામાં આવતાં હતા. જ્યારે હવે 1 ટન વજનના 95 રૂપિયા આપવા પડે છે. જેથી બોટ માલિકોમાં રોષ ફેલાયો છે. જેથી વાર્ષિક 8500 ચાર્જ આપવામાં આવતો હતો. જેના સ્થાને હવે 95 હજાર જેટલો ચાર્જ વસૂલવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here