Monday, October 18, 2021
Homeબેડમિન્ટમાં ડબલ્સ પ્લેયર્સના કોચે ભારતને કહી દીધુ ગુડબાય, જાપાનના કોચ બને તેવી...
Array

બેડમિન્ટમાં ડબલ્સ પ્લેયર્સના કોચે ભારતને કહી દીધુ ગુડબાય, જાપાનના કોચ બને તેવી સંભાવના

ભારતીય બેડમિંટનના ડબલ્સ પ્લેયર્સના મલેશિયન કોચ તાન કિમ હેરે રાજીનામું આપી દીધું છે. જેમના માર્ગદર્શનમાં ભારતની ડબલ્સ જોડીઓનો દેખાવ સુધાર્યો હતો અને ખાસ કરીને ચિરાગ શેટ્ટી અને સાત્વિક સાઈરાજ રાન્કી રેડ્ડીએ નોંધપાત્ર સફળતા મેળવી હતી. આ ઉપરાંત ભારતના મનુ અત્રિ અને બી.સુમિથ રેડ્ડીના દેખાવમાં પણ જોરદાર સુધારો આવ્યો હતો.

પારિવારિક સમસ્યાઓના કારણે રાજીનામાનો કર્યો ઉલ્લેખ

જોકે, તાન કિમ હેરના રાજીનામાના ખરા કારણ અંગે ભારતીય બેડમિંટન એસોસિએશન અજાણ હોવાનું બહાર આવ્યું છે. બેડમિંટન એસોસિએશન ઓફ ઈન્ડિયાએ જાહેરાત કરી હતી કે, તાન કિમ હેરે રાજીનામું આપી દીધું છે. તેઓએ એક મહિના પહેલા રાજીનામું આપવાની જાણ કરી દીધી હતી. તેઓએ કેટલીક પારિવારિક સમસ્યાઓના કારણે તેઓએ ભારતીય ડબલ્સ પ્લેયર્સના કોચ તરીકે રાજીનામું આપ્યું છે.

ભારતીય ડબલ્સ પ્લેયરના કોચ તરીકે રાજીનામું આપ્યું

અલબત્ત, ભારતના ટોચના ડબલ્સ પ્લેયર ચિરાગ શેટ્ટીએ જણાવ્યું હતુ કે, તાન કિમ હેર જાપાનીઝ ટીમના કોચ તરીકે જોડાય છે અને આ કારણથી તેમણે ભારતીય ડબલ્સ પ્લેયરના કોચ તરીકે રાજીનામું આપ્યું છે.

ટીમે તેમના માર્ગદર્શનમાં કર્યું છે ઉત્તમ પ્રદર્શન

હેર અગાઉ ઈંગ્લેન્ડ, સાઉથ કોરિયા અને મલેશિયાની ટીમના કોચ રહી ચૂક્યા છે અને તેમણે વધુ સારી ઓફર સ્વીકારતાં ભારતને ગુડબાય કહેવાનું નક્કી કર્યું હતું. તાન કિમ હેરના માર્ગદર્શનમાં ભારતની ડબલ્સ જોડી ચિરાગ શેટ્ટી અને સાત્વિક સાઈરાજે ગોલ્ડ કોસ્ટ કોમનવેલ્થ ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તેમણે ટીમ ઈવેન્ટમાં ભારતને ગોલ્ડ અપાવવામાં મદદ કરી હતી. તેમના માર્ગદર્શનમાં ભારતની અશ્વિની પોનપ્પા અને એન.સિક્કી રેડ્ડીની જોડીએ પણ ગોલ્ડ કોસ્ટમાં બ્રોન્ઝ હાંસલ કર્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments