Tuesday, September 21, 2021
Homeબેડોળ શરીરથી છુટકારો મેળવવા ડાયટમાં આ ફૂડ સામેલ કરીને બનો ફીટ અને...
Array

બેડોળ શરીરથી છુટકારો મેળવવા ડાયટમાં આ ફૂડ સામેલ કરીને બનો ફીટ અને સ્લીમ

શરીરની મેદસ્વિતા ઓછી કરવા માટે ડાયેટ પ્રમાણે ખોરાક લેવો ખુબ જરૂરી છે પણ એનાથી વિશેષ છે ખોરાકમાં પૌષ્ટીક વસ્તુઓ સામેલ કરવી. જો તમે પણ ફીટ અને સ્લીમ રહેલા માંગો છો તો આ 5 ચીજો તમારા માટે ખુબ મદદગાર સાબિત થશે….

સોયાબીન
હાઈ પ્રાટીન અને સૈચુરેટેડ ફેટથી ભરપુર સોયાબીન ખાવાથી શરીરને મજબૂતી મળે છે. હેવી એક્સરસાઈઝ કરનારા લોકો સોયાબીન જરૂર ખાવું જોઈએ. તેનાથી શરીરને ભરપુર માત્રામાં પ્રોટીન મળે છે. શિયાળામાં સોયાબીનનું શાક બનાવીને ખાવું જોઈએ કે પછી સોયા મિલ્ક પમ પી શકાય છે. સોયાબીનને આહારમાં શામેલ જરૂર કરો, પણ તેને દરરોજ ન ખાવું જોઈએ.

અખરોટ
તેમાં વિટામિન ઈ ભરપુર માત્રામાં હોય છે, જે મગજને તંદુરસ્ત રાખે છે. જો વજન વધારવા માંગો છો તો નિયમિત ડાયટમાં અખરોટને જરૂર શામેલ કરો. તેમાં પ્રોટીન, કેલ્શિયમ અને મેગ્નિશિયમ જેવા તત્વો હોય છે. ઠંડા વાતાવરણમાં તેને ખાવું સ્વાસ્થ્ય માટે ખુબ લાભકારી હાયો છે.

પનીર
મસલ્સ બનાવવા માંગો છો તો પનીરનું સેવન જરૂર કરો. તેમાં પ્રોટીન ઉચ્ચ માત્રામાં હોય છે, આ જ કારણ છે કે તેને ખાવાથી હાડકા મજબૂત થાય છે. તેમાં રહેલુ ફાઈબર ખોરાક પચાવવામાં મદદ કરે છે. બોડી ફેટ ઓછુ કરવાની સાથે ઈન્સ્ટેન્ટ એનર્જી આપવામાં પણ આ ફુડ ફાયદાકારક છે. તેને કાચુ પણ ખાઈ શકાય છે અને પકાવીને પણ

દૂધ
જો તમે વિચારો છો કે દૂધ પીવું કેવળ બાળકો માટે જરૂરી છે તો તમે ખોટા છો. હકીકતમાં, દૂધ પીવાથી શરીરને વિટામિન્સ, પ્રોટીન અને કેલ્શિયમ જેવા આવશ્યક તત્વો મળે છે. મસલ્સ બનાવવા માટે આ ખુબ ફાયદાકારક આહાર છે. રોજ એક ગ્લાસ દૂધ જરૂર પીવો, પણ ધ્યાન રાખો દૂધ ક્યારેય એકી શ્વાસે ન પીવો, એવું કરવાથી તેનો પૂરો લાભ નથી મળતો.

 

બાજરી
બાજરીમાં કેલરી ખુબ ઓછી હોય છે, જ્યારે એમીનો એસિડ અને પ્રોટીનની માત્રા તેમાં ભરપુર હોય છે. ઘાયલ થયેલી માંસપેશિયોની મરમ્મત માટે બાજરો ખુબ ઉપયોગી છે. તેને ખાવાથી મસલ્સ મજબૂત થાય છે. તેમાં ફાઈબર, કેલ્શિયમ, આયર્ન, પોટેશિયમ, મેગ્નિશિયમ, વિટામિન ઈ, ફોલિક એસિડ અને બીટા કેરોટિન જેવા પોષ્ટિક તત્વ ખુબ માત્રામાં હોય છે.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments