Thursday, September 23, 2021
Homeબેનામી કેસમાં શાહરૂખ ખાનને રાહત આપનાર ચૂકાદાને ઈન્કમટેક્સ વિભાગે પડકાર્યો
Array

બેનામી કેસમાં શાહરૂખ ખાનને રાહત આપનાર ચૂકાદાને ઈન્કમટેક્સ વિભાગે પડકાર્યો

મુંબઈઃ બોલિવૂડ એકટર શાહરૂખ ખાનની મુશ્કેલીમાં વધારો થયો છે. ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે શાહરૂખ પાસે બેનામી સંપતિ હોવા અંગેના કેસમાં તેને મળેલી રાહતના ઓર્ડર(ચૂકાદા)ને કોર્ટમાં પડકાર્યો છે. ઉલ્લેખનીય છે કે શાહરૂખ ખાન બેનામી સંપતી ધરાવવાના કેસમાં આરોપી છે. ઉલ્લેખનીય છે કે જે તે સતાધીશ ઓથોરિટીએ આ કેસને રદ કર્યો હતો.

આ એક્ટમાં સાત વર્ષની સજાની જોગવાઈ છે

આ સિવાય ઓથોરિટીએ ખાનની આ પ્રોપર્ટી બેનામી છે તેમ કહેવા બદલ ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ વિશે પણ ટિપ્પણી કરી હતી. ટેક્સમાં રાહત મેળવવા માટે બિનામી પ્રોપર્ટીનો ઉપયોગ મોટા પ્રમાણમાં કરવામાં આવતો હોવાની માહિતી મળ્યા બાદ બેનામી પ્રોપર્ટી એક્ટમાં વર્ષ 2016માં મોટા પ્રમાણમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. જેથી કરીને બેનામી સંપતિ પર રેડ કરી શકાય.
શાહરૂખ ખાનની બેનામી પ્રોપર્ટી પર આ એક્ટમાં ફેરફાર કરવામાં આવ્યા બાદ પ્રથમ વખત રેડ કરવામાં આવી હતી. એક્ટમાં ફેરફાર કરવામાં આવ્યા બાદ આ અંતર્ગત જો કોઈ વ્યક્તિ આરોપી પુરવાર થાય તો તેમાં સાત વર્ષની સજાની જોગવાઈ  છે. આ સિવાય તેણે તેની બેનામી પ્રોપર્ટીની માર્કેટ કિંમતના 25 ટકા દંડ ભરવો પડે છે. આ અંગેના એન્ટી-બેનામી લો મુજબ, બેનામી પ્રોપર્ટી ધરાવનાર અને બેનામી લેનાર બંનેને આ અંતર્ગત સજાની જોગવાઈ છે.
ડિસ્ટ્રીકટ કલેકટર વિજય સૂર્યવંશીએ 87 ફાર્મહાઉસ વિશે કાયદાકીય મત માંગ્યો હતો. જેમાં ખાનના એક અલીબાગ સીફ્રન્ટ સ્થિત બંગલાનો પણ સમાવેશ થતો હતો. આ બંગલો કોસ્ટલ રેગ્યુલેટરી ઝોનનું ઉલ્લંઘન કરીને બનાવવામાં આવ્યો હતો. વર્ષ 2018માં આઈટી ડિપાર્ટમેન્ટે એક્ટરનું ફાર્મહાઉસ જે વિવિધ એગ્રીકલ્ચર જમીન પર બનાવવામાં આવ્યું હતું, તેને જપ્ત કર્યું હતું. આ સિવાય તેની પાસેના વિવિધ જમીનના પ્લોટ્સને પણ જપ્ત કરવામાં આવ્યા હતા. આ બધી મિલકતની અંદાજિત કિંમત 15 કરોડ રૂપિયા હતી.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments