બેન્કના આ ખાસ એકાઉન્ટમાં મળે છે FD જેટલું વ્યાજ, જાણો કેવી રીતે ખોલી શકાય ખાતુ

0
37

દેશની સૌથી મોટી બેન્ક સ્ટેટ બેન્ક ઑફ ઇન્ડિયા અનેક પ્રકારના એકાઉન્ટ ખોલવાની સુવિધા આપે છે જેમાં પૈસાની બચત સાથે તેમાં વધારો કરવાનો વિકલ્પ પણ મળે છે. SBIના સેવિંગ્સ પ્લસ એકાઉન્ટ પણ તે જ એકાઉન્ટ માંથી એક છ જે મલ્ટી ઓપ્શન ડિપોઝીટ સાથે લિંક હોય છે. તેમાં સરપ્લસ અમાઉન્ટ એક નિશ્વિત સીમાથી વધુ થવા પર આપમેળે ફિક્સ્ડ ડિપોઝીટમાં ટ્રાન્સફર થઇ જાય છે.

કોણ ખોલી શકે છે એકાઉન્ટ

એસબઆઇના સેવિંગ્સ પ્લસ એકાઉન્ટ કોઇપણ વ્યક્તિ ખોલાવી શકે છે જે બેન્કમાં સેવિંગ એકાઉન્ટ ખોલવા યોગ્ય છે. આ એકાઉન્ટને સિંગલ અથવા તો જોઇન્ટ બંને રીતે સંચાલિત કરી શકાય છે.

મિનિમમ બેલેન્સ

આ એકાઉન્ટમાં મંથલી એવરેજ બેલેન્સ રાખવું જરૂરી છે. મેટ્રોમાં 3 હજાર રૂપિયા, અર્બન એરિયામાં 3 હજાર રૂપિયા, સેમી અર્બન એરિયામાં 2 હજાર રૂપિયા અને રૂરલ એરિયામાં 1 હજાર રૂપિયા નિર્ધારિત છે. સેવિંગ પ્લસ એકાઉન્ટમાં એસબીઆઇના બચત ખાતા જેટલું જ વ્યાજ મળે છે.

આટલી રકમ થશે ટ્રાન્સફર

સેવિંગ્સ પ્લ, એકાઉન્ટમાં 25 હજાર રૂપિયાથી વધુની રાશિ ફિક્સ્ડ ડિપોઝીટમાં ટ્રાન્સફર થઇ જાય છે જે લઘુત્તમ 10 હજાર રૂપિયા હોય છે અને તે એક હજાર રૂપિયાના મલ્ટીપલમાં હોય છે. તેનો અર્થ એ છે કે મલ્ટી ઓપ્શન ડિપોઝીટ એકાઉન્ટમાં ટ્રાન્સફર માટે મિનિમમ થ્રેસહોલ્ડ લિમિટ 35 હજાર રૂપિયાની છે.

 

સેવિંગ બેન્ક એકાઉન્ટ હોલ્ડર્સને આપવામાં આવતી દરેક સેવા જેવી કે એટીએમ કાર્ડ, મોબાઇલ બેન્કિંગ, ઇન્ટરનેટ બેન્કિંગ અને એસએમએસ જેવી સુવિધાઓ પણ એસબીઆઇ સેવિંગ્સ એકાઉન્ટમાં મળે છે. તેવામાં મલ્ટી ઓપ્શન્સ ડિપોઝિટ્સ પર લોનની સુવિધા ઉપલબ્ધ છ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here