Monday, September 20, 2021
Homeબેન્કના વાર્ષિક નિરીક્ષણ રિપોર્ટ ન આપવા બાબતે સુપ્રીમ કોર્ટ આરબીઆઈની ઝાટકણી કાઢી
Array

બેન્કના વાર્ષિક નિરીક્ષણ રિપોર્ટ ન આપવા બાબતે સુપ્રીમ કોર્ટ આરબીઆઈની ઝાટકણી કાઢી

નવી દિલ્હીઃ રાઈટ ટુ ઈન્ફોર્મેશન અંતર્ગત બેન્કોના વાર્ષિક નિરીક્ષણ રિપોર્ટ ઉપલબ્ધ ન કરાવવા બાબતે સુપ્રીમ કોર્ટે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા(RBI)ની ઝાટકણી કાઢી હતી. કોર્ટે આરબીઆઈને અંતિમ તક હોવાનું જણાવીને ચેતવણી આપી છે કે જો આગળ આદેશનું ઉલ્લંઘન થયું તો તેને ગંભીરતાથી લેવામાં આવશે અને અવમાનનાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.

બેન્કોના વાર્ષિક નિરીક્ષણ રિપોર્ટનો ખુલાસો કરવા આરબીઆઈને કોર્ટનો આદેશ

સુપ્રીમ કોર્ટે આરબીઆઈને RTI પ્રમાણે બેન્કોના વાર્ષિક નિરીક્ષણ રિપોર્ટનો ખુલાસો કરવાનો આદેશ આપ્યો અને તેને જયાં સુધી આ કાયદા અંતર્ગત આ રિપોર્ટ જાહેર કરવાથી છૂટ ન આપવામાં આવે ત્યાં સુધી તેને જાહેર કરવા જણાવ્યું છે. કોર્ટે આરટીઆઈ અંતર્ગત માહિતીનો ખુલાસો કરવાની નીતીની સમીક્ષા કરવા માટે પણ ટકોર કરી છે.

જસ્ટિસ એલ નાગેશ્વર રાવ અને જસ્ટિસ એમ આર શાહની બેન્ચે રિઝર્વ બેન્કને ચેતવણી આપતા જણાવ્યું કે સુપ્રીમ કોર્ટના આદેશનું ભવિષ્યમાં ઉલ્લંઘન થવા પર તેને ગંભીરતાથી લેવામાં આવશે અને અવમાનનાની પ્રક્રિયા ચલાવવામાં આવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments