Tuesday, September 21, 2021
Homeબેન્ક ઓફ મહારાષ્ટ્રા વીડિયોકોન ગ્રુપની કંપની યૂનિટી એપ્લાયન્સની હરાજી કરશે
Array

બેન્ક ઓફ મહારાષ્ટ્રા વીડિયોકોન ગ્રુપની કંપની યૂનિટી એપ્લાયન્સની હરાજી કરશે

નવી દિલ્હી: સરકારની દેખરેખ હેઠળ ચાલી રહેલી બેન્ક ઓફ મહારાષ્ટ્રા વિડિયોકોન ગ્રુપની કંપની યૂનિટી એપ્લાયન્સની હરાજી કરવા જઈ રહી છે. કંપનીએ બેન્કને 153.77 કરોડ રૂપિયા ચૂકવવાના નીકળે છે. વ્યાજની રકમ તેનાથી અલગ છે. હરાજી માટે 30 માર્ચની તારીખ નક્કી કરવામાં આવી છે. કંપનીની જમીનની રિઝર્વ પ્રાઈસ 42.34  કરોડ અને મશીનરી, પ્લાન્ટના 72.82 કરોડ રૂપિયા રાખવામાં આવ્યા છે.

બીજી વાર રાખવામાં આવી હરાજીની તારીખ

યુનિટી એપ્લાયન્સની હરાજી કરવા માટે બેન્કોએ ગત વર્ષે નોટીસ ઈસ્યુ કરી હતી. જોકે ત્યારે કેટલાક કારણોથી પ્રક્રિયા રદ કરવી પડી હતી. આ કારણોથી બેન્કોએ બીજી નોટિસ ઈસ્યુ કરીને 30 માર્ચે હરાજી કરવાની જાહેરાત કરી છે.
કંપની મુખ્યત્વે એર કન્ડીશન, એલઈડી અને એલસીડી ટીવી બનાવવાનું કામ કરતી હતી. કંપનીની મુખ્ય ઓફ્સિ તમિલનાડુના સિવગંગાઈમાં સ્થિત સ્પિકોટ કોમ્પલેક્સમાં છે. વિડિયોકોનના પ્રમોટર વેણૂગોપાલ ધૂત અને પીએન ધૂત યુનિટી એપ્લાયન્સના ગેરન્ટર છે.

 

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ જે 28 મોટા લોન ડિફોલ્ટરની વિરુદ્ધ હરાજીની પ્રક્રિયા અમલમાં લાવવાની જાહેરાત કરી છે. તેમાં વિડિયોકોન ગ્રુપ પણ સામેલ છે. બેન્કે થોડા સમય પહેલા લોન ડિફોલ્ટોની યાદી જાહેર કરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments