બેન્ક કર્મચારીઓ માટે ખુશખબર! 15% વધશે પગાર, નવેમ્બર 2017થી મળશે એરિયર

0
11
બેન્ક કર્મચારીઓના પગાર વધારાને લઈ બેન્ક યૂનિયન UFBU અને IBAની વચ્ચે સહમિત સધાઈ
બેન્ક કર્મચારીઓના પગાર વધારાને લઈ બેન્ક યૂનિયન UFBU અને IBAની વચ્ચે સહમિત સધાઈ.

નવી દિલ્હીઃ બેન્કમાં નોકરી કરી રહેલા કર્મચારીઓ (Bank Employee) માટે મોટી ખુશખબર આવી છે. પગારને લઈ બુધવારે બેન્ક યૂનિયન UFBU (United Forum of Bank Unions) અને IBA (Indian Bank Association)ની વચ્ચે સહમિત સધાઈ ગઈ. આ બેઠકમાં બેન્કકર્મીઓનો પગાર 15 ટકા વધારવાનો નિર્ણય લેવાયો છે. એરિયર નવેમ્બર 2017થી મળશે. આ રકમ લગભગ 7898 કરોડ રૂપિયા થશે.

 આ મામલો 2017થી જ પેન્ડિંગ હતો. બેન્ક યૂનિયન સતત તેની માંગ કરી રહ્યા હતા, પરંતુ અત્યાર સુધી તેની પર સહમતિ નહોતી સધાઈ. પરંતુ 22 જુલાઈએ આ મુદ્દે સહમતિ સધાઈ. મુંબઈમાં ભારતીય સ્ટેટ બેન્ક (SBI-State Bank of India)ના હેડક્વાર્ટરમાં એક બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો.

 NPS અંગે પણ સહમતિ સધાઈઃ બેન્કર્સના પગારથી હવે NPSમાં યોગદાન 14 ટકા હશે. હાલના સમયમાં આ 10 ટકા હોય છે. નોંધનીય છે કે આ બેસિક પે અને મોંઘવારી ભથ્થું મળીને 10 ટકા થાય છે જેને 14 ટકા કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જોકે તેને માટે સરકારથી મંજૂરી લેવી પડશે.

 UFBU સંયોજક સી.એચ. વેંકટાચલમના નેતૃત્વમાં રાજકિરણ રાય અને બેન્ક કર્મચારી યૂનિયન પ્રતિનિધિઓની આગેવાનીવાળી IBA પ્રતિનિધિઓની વચ્ચે બેઠક મળી.. વેંકટચલમે કહ્યું છે કે પગારમાં સંશોધનથી 35 બેન્કોના કર્મચારી તેનો ફાયદો લઈ શકશે.

 હવે શું થશે? - હવે બેન્કર્સ માટે નવો પે સ્કેલ તૈયાર કરવામાં આવશે. આ ઉપરાંત બેન્કિંગ સેક્ટરમાં પણ PLA ને લાગુ કરવામાં આવશે. PLI બેન્કના ઓપરેટિંગ પ્રોફિટના આધાર પર મળશે. તે વાર્ષિક ચૂકવવામાં આવશે અને પગારથી અલગ હશે.

હવે શું થશે? – હવે બેન્કર્સ માટે નવો પે સ્કેલ તૈયાર કરવામાં આવશે. આ ઉપરાંત બેન્કિંગ સેક્ટરમાં પણ PLA ને લાગુ કરવામાં આવશે. PLI બેન્કના ઓપરેટિંગ પ્રોફિટના આધાર પર મળશે. તે વાર્ષિક ચૂકવવામાં આવશે અને પગારથી અલગ હશે.

IBA અને ટ્રેડ યૂનિયનની વચ્ચે પ્રત્યેક પાંચ વર્ષમાં એક વાર સભ્યો બેન્કોમાં 8 લાખથી વધુ બેન્ક કર્મચારીઓના પગાર પર વાતચીત થાય છે. બંનેની વચ્ચે લાંબા સમય સુધી વિલંબ બાદ મૂળ રૂપે 2017ના નવેમ્બરમાં થનારા સંશોધન પર સામાન્ય સહમતિ સધાઈ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here