Monday, January 24, 2022
Homeબે-ચાર નહીં પણ પૂરા 27 વર્ષ બાદ વાઘ બચાવો અભિયાનને ક્રિકેટ ટુર્નામેન્ટ...
Array

બે-ચાર નહીં પણ પૂરા 27 વર્ષ બાદ વાઘ બચાવો અભિયાનને ક્રિકેટ ટુર્નામેન્ટ દ્વારા ઉજાગર કર્યું

27 વર્ષ પછી ગુજરાતમાં વાઘના આગમન બાદ હવે તેનું ગુજરાતમાં સંવર્ધન થાય તે ઉદ્દેશથી વાઘ બચાવો અભિયાન હેઠળ છોટાઉદેપુર વન વિભાગે ક્રિકેટ ટુર્નામેન્ટ યોજી. જેમાં મહીસાગર, દાહોદ, પંચમહાલ અને છોટાઉદેપુર એમ ચાર જિલ્લાના વન વિભાગના કર્મીઓએ ભાગ લીધો હતો. આ ચારેય એવા જિલ્લા છે કે જે વાઘની વસ્તી છે તેવા રાજસ્થાન , મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની સરહદને અને જંગલ વિસ્તારને અડીને આવેલા છે.

જે વાઘને એક હેબિટાટ અને કનેકટીવિટી પૂરી પાડે છે. ત્યારે આ ચારેય જીલ્લાના વન વિભાગના કર્મીઓ એકબીજાના સંકલનમાં રહે અને સંકલન સાધી શકે તે હેતુથી ક્રિક્રેટ ટુર્નામેન્ટનાં આયોજનની સાથે એક સાયન્ટિફિક વર્કશોપ પણ કરવામાં આવ્યો હતો. જેમાં વાઘના સંરક્ષણ, સંવર્ધન અને મોનિટરિંગ કરવા માટે ટ્રેપ કેમેરા અંગેની તાલીમ આપવામાં આવી હતી. ઉપરાંત જંગલો અને કોરિડોર વિષે પણ ચર્ચા કરવામાં આવી હતી. આ કાર્યક્રમ દરમિયાન વાઘના કોસ્ચ્યુમ પહેરેલા બે કર્મચારી આકર્ષણનું કેન્દ્ર બન્યાં હતાં.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular