Sunday, October 24, 2021
Homeબે દિવસના રિમાન્ડ પર લીધેલા આરોપી ચિંતને પોલીસ સ્ટેશનમાં જ મુંડન કરાવી...
Array

બે દિવસના રિમાન્ડ પર લીધેલા આરોપી ચિંતને પોલીસ સ્ટેશનમાં જ મુંડન કરાવી નાખ્યું

સુરતઃ ડોક્ટર મનાલી પટેલના આપઘાત મામલે તેના પતિની ધરપકડ કર્યા બાદ હાલ રિમાન્ડ હેઠળ છે. જેમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. જેમાં મનાલીના ડોકટર પતિ ચિંતન પટેલની પોલીસે નિયમોને નેવે મુકીને મુંડન કરાવવાની પરમિશન આપી દીધી હતી. જેથી પોલીસ સ્ટેશનમાં જ ડોક્ટર ચિંતન પટેલે મુંડન કરાવી દીધું હતું, બાકી નિયમ પ્રમાણે મુંડન કરાવી શકાય કે કેમ તે એક તપાસના વિષય છે.

સુસાઇડ નોટ હજી પોલીસને મળી નથી

સરકાર પક્ષની દલીલ હતી કે, ડો. મનાલીના વોટ્સએપ ચેકિંગની વિગતો તપાસી રહી છે અને વિગતો ચકાસવા અને તે અંગે વધુ પુછપરછ કરવા માટે આરોપીને સાથે રાખવાની જરૂર છે. મૃતક ડો. મનાલીએ લખેલી સુસાઇડ નોટ પણ કબજે લેવાની બાકી હોઈ પતિના રિમાન્ડ મંગાયા હતાં. પોલીસે રિમાન્ડના મુદ્દામાં શંકા વ્યક્ત કરી હતી કે આરોપીએ સુસાઇડ નોટ સગેવગે કરી દીધી છે. નોંધનીય છે કે, ડો. મનાલીએ સુસાઇડ નોટ પોતાના ભાઈને વોટ્સએપ પર મોકલી હતી. ઓરિજિનલ સુસાઇડ નોટ હજી પોલીસને મળી નથી. અડાજણના પટેલ પરિવારની પુત્રવધૂ અને ડોક્ટર મનાલીએ ઘરમાં જ ફાંસો ખાઈ લેતાં સાસરિયાંઓ શંકાના દાયરામાં આવી ગયાં હતાં.

સાસુ બેસણાંમાં આવતા પોલીસે દબોચી લીધી

અડાજણમાં ડો.મનાલી પટેલના આપઘાત મામલામાં બેસણાંમાં આવેલી સાસુની પોલીસે ધરપકડ કરી લીધી હતી. પોલીસે બેસણામાં આવેલી સાસુ પર વોચ રાખી હતી. આ અરસામાં બેસણું પુરુ થતાની સાથે પોલીસે તેને દબોચી લઈ મંગળવારે મોડી સાંજે ધરપકડની કાર્યવાહી કરી છે.

ધરપકડથી બચાવવા ભારે ધમપછાડા

ડો.મનાલી પટેલના પિયરજનોને સમજાવવા માટે મોટા ઉદ્યોગપતિની ફોજ ડો.ચિંતન પટેલના પિતાએ ઉતારી હોવાની વાત સામે આવી છે. જેમાં એક સરપંચ ઉપરાંત હજીરાના મોટા ટ્રાન્સપોર્ટરોએ મનાલીના પિયરજનોને આ કેસમાં સમજાવવા તેના પિતાના કેટલાક મિત્રોને વાતો કરી હતી. ટૂંકમાં ડો.ચિતન પટેલની માતા અને બે બહેનોને બચાવવા ભારે ધમપછાડા ચાલી રહ્યા છે. અડાજણ પોલીસે ગુનો નોંધીને ડો.ચિંતન પટેલ અને તેની માતાની ધરપકડ કરી છે. બે નણંદો પોલીસની પકડથી દૂર.

રિમાન્ડના મુદ્દા
  • ઓરિજિનલ સુસાઇડ નોટ આરોપી તબીબ પતિ ચિંતને સગેવગે કરી હોવાની પોલીસને આશંકા
  • ફરિયાદ સિવાયના કોઈ આરોપીઓ છે કે કેમ એ ચકાસવાનું છે.
  • મહિલા આરોપીઓ ક્યાં છૂપાયાં છે એ હાલના આરોપી પાસે જાણવાનું છે, તે સાચી હકીકત જણાવતો નથી.
  • વોટ્સએપ ચેટિંગની વિગતો અંગે આરોપીની પુછપરછ જરૂરી છે.
  • આપઘાતના એક કારણ સિવાયના અન્ય કારણ છે કે કેમ એ અંગે પુછપરછ કરવાની છે.
  • આરોપી પતિની કોલ ડીટેઇલ સાથે તેનું ક્રોસ-ઇન્ટ્રોગ્રેશન કરવાનું છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments