બે દિવસમાં ‘ભારત’એ 73 કરોડની કમાણી કરી, ત્રણ દિવસમાં 100 કરોડની કમાણી કરે તેવી શક્યતા

0
35

મુંબઈઃ બોલિવૂડ સ્ટાર સલમાન ખાનની ફિલ્મ ‘ભારત’ બોક્સ ઓફિસ પર જબરજસ્ત કમાણી કરી રહી છે. ઈદના દિવસે રિલીઝ થયેલી આ ફિલ્મે પહેલાં દિવસે 42.30 કરોડ તથા બીજા દિવસે 31 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ટ્વીટ કરી હતી, ‘ભારત’એ બીજા દિવસે સારી કમાણી કરી. મલ્ટીપ્લેક્સમાં સામાન્ય ઘટાડો થયો. જ્યારે સિંગલ સ્ક્રીન્સમાં કોઈ વાંધો ના આવ્યો. સાંજે તથા રાતના શોમાં ભીડ જોવા મળી. ટૂંકમાં બીજો દિવસ જબરજસ્ત રહ્યો. બુધવાર 42.30 કરોડ, ગુરૂવાર 31 કરોડ. ટોટલ 73.30 કરોડ રૂપિયા.

ત્રીજા દિવસે 100 કરોડ ક્લબમાં સામેલ થાય તેવી શક્યતા

‘ભારત’ની કમાણી જોઈને માનવામાં આવે છે કે આ ફિલ્મ ત્રણ દિવસની અંદર 100 કરોડ ક્લબમાં સામેલ થશે. ફિલ્મને પાંચ દિવસનું વીકેન્ડ (બુધવારથી રવિવાર) મળશે. જોકે, સલમાનની આ ફિલ્મ અક્ષય કુમારની ‘કેસરી’ને છોડીને 2019માં રિલીઝ થયેલી બોલિવૂડ ફિલ્મ્સના વીકેન્ડ કલેક્શનને પાર કરી ગઈ છે. ‘કેસરી’એ વીકેન્ડમાં 78.07 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

પહેલાં દિવસે ‘ભારત’એ બનાવેલા રેકોર્ડ્સ
  • સલમાન ખાનની કરિયરની સૌથી મોટી ઓપનર બની. પહેલાં આ રેકોર્ડ ‘પ્રેમ રતન ધન પાયો’નો હતો, જેણે પહેલાં દિવસે 40.35 કરોડની કમાણી કરી હતી.
  • ‘કલંક’એ પહેલાં દિવસે 21.60 કરોડની કમાણી કરી હતી. ‘ભારત’ 2019ની અત્યાર સુધીની સૌથી મોટી ઓપનર બની
  • ‘ભારત’ બોલિવૂડની અત્યાર સુધીની રિલીઝ થયેલી ફિલ્મ્સમાં ત્રીજી સૌથી મોટી ઓપનર બની. આ યાદીમાં ‘ઠગ્સ ઓફ હિન્દોસ્તાન’ 52.25 કરોડ સાથે પ્રથમ સ્થાને છે. બીજા સ્થાને ‘હેપી ન્યૂ યર’ 44.97 કરોડ સાથે છે.
  • ઈદ પર રિલીઝ થયેલી સલમાન ખાનની અત્યાર સુધીની તમામ ફિલ્મ્સ કરતાં ‘ભારત’એ સૌથી વધુ કમાણી પહેલાં દિવસે કરી. આ પહેલાં ‘સુલ્તાન’ 36.54 કરોડ સાથે પહેલાં સ્થાને હતી.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here