Sunday, October 24, 2021
Homeબે દિવસમાં 12 કરોડ ખેડૂતોના ખાતામાં મોદી સરકાર રૂ. 2000 જમા કરશે
Array

બે દિવસમાં 12 કરોડ ખેડૂતોના ખાતામાં મોદી સરકાર રૂ. 2000 જમા કરશે

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી પહેલાં દેશના ખેડૂતોને પોતાના પક્ષમાં કરવા માટે વડાપ્રધાન મોદીએ સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી છે. પીએમ મોદી 24 ફેબ્રુઆરીએ ઉત્તરપ્રદેશના ગોરખપુરથી દેશના ખેડૂતોના ખાતામાં ‘પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના’નો પહેલો હપ્તો ટ્રાન્સફર કરશે. ગોરખપુરમાં ભાજપના રાષ્ટ્રીય કિસાન સંમેલનથી દેશના 12 કરોડ ખેડૂતોના ખાતામાં મોદી 2 હજાર રૂપિયાનો પહેલો હપ્તો જમા કરાવશે.

નોંધનીય છે કે, ખેડૂતોની નારાજગીના કારણે ભાજપને તાજેતરમાં જ ત્રણ રાજ્યોમાં તેમની સરકાર ગુમાવી પડી છે. આ સંજોગોમાં ભાજપ 2019ની લોકસભા ચૂંટણી પહેલાં ખેડૂતોને મનાવવાના દરેક પ્રકારના પ્રયત્ન કરી રહી છે. આ વાતને જ ધ્યાનમાં રાખીને મોદી સરકારે વચગાળાના બજેટમાં ખેડૂતોને ધ્યાનમાં રાખીને ઘણાં મહત્વના નિર્ણયો લીધા જે અંતર્ગત ખેડૂતો માટે પ્રધાનમંત્રી ખેડૂત સન્માન નિધિ યોજનાની પણ જાહેરાત કરી છે.

24 ફેબ્રુઆરીએ 12 કરોડ ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયા જમા થશે

ખેડૂતોના ખાતામાં રૂ. 2 હજાર આપવા માટે સરકારે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન (એનપીસી)ને આદેશ જાહેર કર્યો છે. એનપીસીની સિસ્ટમ પર 22 ફેબ્રુઆરીએ સંબંધિત ખેડૂતો સાથે સંકળાયેલી માહિતી ઉમેરવામાં આવશે. 24 ફેબ્રુઆરીએ તે ખેડૂતોના ખાતામાં રૂ. 2,000 ટ્રાન્સફર થઈ જશે.

લોકસભા ચૂંટણી પહેલાં ખેડૂતોને સાધવાનો સરકારનો પ્રયાસ

મોદી સરકારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંર્તગત દેશના 12 કરોડ ખેડૂતોને તેમના પાક માટે વાર્ષિક રૂ. 6 હજાર આપવાની જાહેરાત કરી છે. ખેડૂતોને સરકાર દ્વારા આપવામાં આવતા રૂ. 6,000ને 3 હપતામાં ખેડૂતોના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરશે.

આ યોજનાનો પહેલો હપ્તો વડાપ્રધાન મોદી યુપીના ગોરખપુરથી ટ્રાન્સફર કરશે. વડાપ્રધાન ખેડૂત સન્માન નિધિ યોજનનો પહેલો હપ્તો 12 કરોડ ખેડૂતોને રૂ. 2,000 આપવા માટે રૂ. 25 હજાર કરોડનો ખર્ચ કરશે. આ યોજના માટે સરકારે વચગાળાના બજેટમાં રૂ. 75 હજાર કરોડની ફાળવણી કરી છે. આ યોજનાનો લાભ તે ખેડૂતોને મળશે જેમની પાસે બે હેક્ટર અથવા તેનાથી ઓછી જમીન છે. સરકાર અને રાજકીય નિષ્ણાતોનું માનવું છે કે, આ યોજનાનો લાભ 2019ની લોકસભા ચૂંટણીમાં મળશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments