બે બાળકોનાં પિતા શાહિદે કહ્યું કે કરિના સાથેની એકપણ યાદને હું ભુલવા નથી માંગતો

0
112

શાહિદ કપુર મીરા રાજપુત સાથે લગ્ન કર્યા પછી બે બાળકોનો પિતા થઈ ચુક્યો છે, લગ્ન પહેલા શાહીદના કેટલીક નામી હીરોઈન સાથે સંબંધ રહ્યા છે અને તે જગ વિખ્યાત છે. આ નામમાં પ્રિયંકા ચોપડાથી માંડીને સોનાક્ષી સિન્હાનો સમાવેશ થાય છે. કરીના કપુર ખાન સાથે પણ તેની રિલેશનશિપ ખુબ લાંબી ચાલી હતી, ત્યારબાદ બન્ને વચ્ચે બ્રેકઅપ થઈ ગયુ અને હવે પોતપોતાના રસ્તાઓ પકડી લીધા છે.

જો કે શાહિદ માને છે કે આજે તે જે પણ છે તેની પાછળ તેના અનુભવો જવાબદાર છે. હાલમાં ખુબજ ચર્ચામાં રહેલ શો કોફી વીથ કરણમા શાહિદે પોતાના જૂના સબંધોની યાદોને તાજી કરી હતી. એપિસોડ દરમિયાન શાહિદે કહ્યું હતું કે તે સોનાક્ષી અને પ્રિયંકાને ડેટ કરી ચુક્યો છે.

જો કે સૌથી રસપ્રદ વાત એ હતી કે કોફી વીથ કરણનાં છઠ્ઠા રેપિડ ફાયર રાઉન્ડમાં કરણે શાહિદને કહ્યુ કે તે પોતાની કઈ રિલેશનશિપની યાદોને હંમેશા માટે ભુલાવવા માંગે છે તો આ વાત પર શાહિદનો પ્રત્યુતર હતો કે જૂઓ, કરીના સાથે મારો સંબંધ ખુબજ લાંબો ચાલ્યો. આજે મને લાગે છે કે હુ જે પણ છુ આ સંબંધોની યાદોના કારણે છું. આ કારણે હું મારી કોઈ યાદોને ભુલાવવા નથી માંગતો. આ લોકો પાસેથી હુ ઘણુ ઘણુ શિખ્યો છુ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here