બે વ્યક્તિને મારી નાંખનાર હાથીએ આ ફેમસ ફેસ્ટિવલમાં ખુલ્લો મુક્યો

0
33

કેરલાના ત્રિસુરના જાણીતા વડકકુમનાથન મંદિરમાં એક હાથીની લાંબા સમય બાદ એન્ટ્રી પડી હતી.ત્રિસુરમાં હાલ પુરમ ફેસ્ટિવલ ચાલી રહ્યો છે અને અહીંના મંદિરમાં 54 વર્ષના હાથી થેચીકોટુકાવું રામચંદ્રન વર્ષોથી આવતો હતો અને તેની.પૂજા પણ થતી હતી.

જો કે થોડા સમય પહેલા રામચંદ્રને બે વ્યક્તિઓને મારી નાખ્યા પછી તેના જાહેર સ્થળ પર ફરવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો.પુરમ ફેસ્ટિવલની શાન ગણાતા રામચંદ્રનની વાપસી માટે મંદિરના ભક્તોએ પણ ઘણા પ્રયત્નો કર્યા હતા.

રામચંદ્રન માનસિક રીતે ઉગ્ર નહિ બને એવા મેડિકલ સર્ટિફિકેટ પછી રવિવારે તેને એક ખાસ વાહનમાં મંદિરમાં લાવવામાં આવ્યો હતો.રામચંદ્રને પારંપરિક રીતે સૂંઢ મારી મંદિરનો દક્ષિણ દિશાનો દરવાજો ખોલ્યો હતો.

હાથીએ દરવાજો ખોલતા પુરમ ઉત્સવનો આરંભ થયો હતો.પરંતુ મંદિરના શ્રધ્ધાળુઓનો આનંદ વધુ ટક્યો નહોતો. ત્રિસુરના કલેકટર ટી વી અનુપમાએ હાથીને પાછો બોલાવી લીધો હતો.અનુપમાનું કહેવું હતું કે તે વધુ રિસ્ક લેવા નહોતા માંગતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here