Tuesday, December 7, 2021
Homeબૉલીવુડના જાણીતા સિંગરે કહ્યું, પાકિસ્તાનને ચિડાવશો નહીં
Array

બૉલીવુડના જાણીતા સિંગરે કહ્યું, પાકિસ્તાનને ચિડાવશો નહીં

સિંગર સોનૂ નિગમએ પુલવામા ટેરર એટેક, એર સ્ટ્રાઇક અને વિંગ કમાન્ડર અભિનંદનની વાપસી પર વાત કરતા કહ્યુ કે, ”કોઇ કંઇ પણ કહે, પરંતુ હું હંમેશા કહીશ કે કોઇ પણ સ્થિતિમાં યુદ્ઘને સપોર્ટ નથી કરતો.” સોનૂએ દેશની જનતાને અપીલ કરતા કહ્યુ કે, ”એક સારા દેશવાસીની જેમ સમજદારીનો વ્યવહાર કરે અને સોશ્યલ મીડિયા પર પાકિસ્તાનીઓને ના હેરાન કરે, ન તો કોઇની મોત પર ફટકડા ફોડો.”

સોનૂએ કહ્યુ કે, ”દેશમાં ખૂબ જ ક્રિટિકલ સ્થિતિ છે. હું ક્યારેય યુદ્ઘને સપોર્ટ નથી કરતો અને આગળ પણ નહી કરું. ભલે આ વાત કોઇ મને કંઇ પણ કહે, પરંતુ હવે જ્યારે યુદ્ઘની વાત થઇ રહી છે તો દેશના સાથે છું. જે પણ દેશ કરશે તેમની સાથે હંમેશા રહીશું. આવા સમયે હું લોકોની અપીલ કરુ છું કે દરેક મામલામાં લોકો ફટાકડા ના ફોડો, સોશ્યલ મીડિયા પર પાકિસ્તાનીને ના હેરાન કરે, જો તમે પણ તેમણે હેરાન કરશો તો તે પણ કંઇ કરશે અને આ વાતનો અંત નહી આવે.”

સોનૂ આગળ કહે છે કે, ”અમે એક બોમ્બ શું ફેંકીએ, સોશ્યલ મીડિયા પર લોકો કહે છે આપણે જીતી ગયા, થોડા જવાબદાર બનો. એક સારા દેશના લોકો જવાબદાર હોય છે. અમે લોકો ઘણી વખત બાળકોની જેમ વ્યવહાર કરવા લાગીએ છીએ. કોઇ પણ વાત કહેતા પહેલા એક જવાબદારી સમજવી જોઇએ. ટીવી પર જે ચર્ચા ચાલી રહી છે, સમજ નથી પડી રહી. આપણે એક સમજદાર વ્યકિત થવાની જરૂર છે. કોઇનો બદલો લેવો છે તો પણ સમજદારીપૂર્વક લેવો જોઇએ. કોઇના મૃત્યુની ઉજવણી કઇ રીતે કરી શકાય, પછી તે મોત ત્યાં (પાકિસ્તાન)ના લોકોની કેમ ના હોય. તેઓ (આતંકવાદી) ગુમરાહ કરી દેવાયેલા લોકો છે, એટલા માટે કોઇ પણના મરવા પર ફટાકડા કઇ રીતે ફોડી શકાય? મને લાગે છે આપણે સમજુ બનાવી જરરૂ છે.”

કમાન્ડર અભિનંદનના છોડવાના સમાચાર પર સોનૂએ કહ્યુ કે, ”આ સારી વાત છે, આવામાં મામલામાં બંને દેશોએ આ જ રીતે વર્તવુ જોઇએ અને આ મામલામાં સમજદારીથી નિર્ણય લેવુ જોઇએ.”

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments