Saturday, October 23, 2021
Homeબૉલીવુડના દિગ્ગજોએ આપી મકરસંક્રાંતિની શુભેચ્છાઓ, જાણો શું કહ્યું
Array

બૉલીવુડના દિગ્ગજોએ આપી મકરસંક્રાંતિની શુભેચ્છાઓ, જાણો શું કહ્યું

દેશભરમાં આજે 14 જાન્યુઆરીએ મકરસંક્રાંતિની ધૂમ છે. આ પર્વ હિન્દૂ માન્યતા મુજબ ખૂબ જ મહત્વપૂર્ણ છે. મકરસંક્રાંતિ હિન્દુઓનુ મુખ્ય પર્વ છે. મકર સંક્રાંતિ આખા ભારત અને નેપાળમાં કોઈ પણ રૂપમાં મનાવવામાં આવે છે. પોષ માસમાં જ્યારે સૂર્ય મકર રાશિ પર આવે છે ત્યારે આ પર્વને મનાવવામાં આવે છે. આ શુભ પ્રસંગે બૉલીવુડના દિગ્ગજોએ પ્રશંસકોને શુભેચ્છાઓ આપી છે.

સદીના મહાનાયક અભિતાભ બચ્ચને મકરસંક્રાંતિના પર્વ પર ચાહકોને શુભકામના પાઠવી છે. તેમણે લખ્યું છે, સૂર્યના ઉત્તરાયણ પર હોવાથી મોસમ બદલવા લાગે છે અને દેશના અનેક ભાગમાં લોકો નવા પાકનો ઉત્સવ મનાવે છે. આ અવસરે લોહડી, મકર સંક્રાંતિ, ભોગલી બિહુ, પોંગલ, ઉત્તરાયણી અને પોષ પર્વની અભિનંદન અને શુભેચ્છાઓ.

દિગ્ગજ અભિનેતા મનોજ વાજપેયીએ ટ્વિટરના માધ્યમથી પ્રશંસકોને મકરસંક્રાંતિની શુભકામનાઓ આપી છે. તો આ પ્રસંગે મનોજ ભાવુક થયા હતાં. તેમણે લખ્યું છે, મકર સંક્રાંતિની શુભકામનાઓ!!! આજે ગામની તિલકુટ અને ખિચડીની યાદ આવી રહી છે.!!! (સૂર્યનો મકરમાં પ્રવેશ) ઉલ્લેખનીય છે કે આ ટ્વિટમાં સ્પષ્ટ જાહેર થાય છે કે તેમને પોતાના ગામની યાદ આવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments