બોગસ ડૉ. રાજાણીએ સિવિલના ડૉક્ટરની ડિગ્રીને કોમ્પ્યુટરમાં સુધારી નકલી ડિગ્રી બનાવી હતી

0
24

રાજકોટ: કુવાડવા રોડ પર આવેલી લાઇફ કેર મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલના સંચાલક શ્યામ રાજાણીએ MBBS અને MDની નકલી ડિગ્રીઓ બનાવી પ્રેક્ટીસ કરતો હોવાનું સામે આવતાં પોલીસ મથકમાં ત્રીજો ગુનો નોંધાયો છે. બોગસ ડૉ. શ્યામને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે તેના 2 દિવસમાં રિમાન્ડ મંજુર કર્યા હતાં. પોલીસની પૂછપરછમાં શ્યામે કબૂલાત આપી છે કે તેને પોતાના કોમ્પ્યુટરમાં જાતે જ MBBS અને MDની નકલી ડિગ્રી બનાવી હતી. શ્યામ રાજાણીએ નકલી ડિગ્રી બનાવવા માટે સિવિલના ડૉક્ટરની અસલી ડિગ્રીનો ઉપયોગ કર્યો હતો.

CCTVના ડીવીઆરની પોલીસ ચકાસણી કરશે

મહત્વનું છે કે આ ડીગ્રી જે મહિલા તબિબની અસલી ડીગ્રી પરથી બનાવી એ મહિલા તબિબ સિવિલમાં હોવાનું સામે આવ્યું છે. જેથી પોલીસ હવે આ બાબતે તપાસ કરશે. મહિલા તબિબની અસલી ડીગ્રી કેવી રીતે મેળવી? કોણ લાવ્યું? એ સહિતના મુદ્દે તપાસ થશે. હોસ્પિટલનું ડીવીઆર કબ્જે થયું હોઇ તેની પણ તપાસ પોલીસ કરી રહી છે.

હોસ્પિટલનું રજીસ્ટ્રેશન આરોગ્ય વિભાગે રદ્દ કર્યુ

શ્યામ રાજાણીના વિદેશી યુવતિ સાથેના ફોટા વાયરલ થયા બાદ થયા હતા. જે બાદ હોસ્પિટલના પૂર્વ કર્મચારી મયુર મોરીને કારમાં ગોંધી રાખી માથાકુટ કરતો
હોવાનો વીડિયો સામે આવ્યો હતો.  જેથી પોલીસે અપહરણના ગુનામાં શ્યામની ધરપકડ કરી હતી. જે મામલે તપાસ ચાલી રહી હતી ત્યારે જ તેની નકલી
ડિગ્રીનો ભાંડો ફુટતા સમગ્ર મામલો સામે આવ્યો છે. હાલ શ્યામની નકલી ડિગ્રી સામે અને હોસ્પિટલના રજીસ્ટ્રેશન સામે જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગે
રજીસ્ટ્રેશન રદ્દ કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here