બોડેલી : નદીઓ ગાંડીતૂર: રસ્તા પર પાણી જ પાણી..

0
25

બોડેલી: બોડેલી પંથકમાં સારો વરસાદ થતાં અલી ખેરવાનું તળાવ વરસાદી પાણીથી ભરાઈ ગયું હતું.હાલ આ તળાવનું પંચાયત દ્વારા બ્યુટીફિકેશન કરવામાં આવી રહ્યું છે. હાલ નદી નાળા કોતરમાં પાણી વહી રહ્યા છે ત્યારે તળાવોમાં પાણી ભરાતા આવનારા ઉનાળા માટે આ પાણી અમૂલ્ય પુરવાર થશે. ગત ચોમાસા અગાઉ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અલીખેરવા તળાવની મુલાકાત લીધી હતી.બે વર્ષથી તળાવ ઊંડું કરવાની કામગીરી ચાલી રહી છે, વરસાદી પાણી વધુને વધુ તળાવ માં જાય તેવું પણ પંચાયત દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.ત્યારે તળાવમાં પાણી ભરાતા લોકોએ આંનદની લાગણી વ્યક્ત કરી હતી.

વ્યારા ગામ દેવ નદીના પાણી ફરી વળતા સંપર્ક વિહોણું બન્યું
વાઘોડીયા તાલુકામાં છેલ્લા પાંચ કલાક મેઘરાજા મન મૂકીને વરસતા અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યાં હતા. વાઘોડીયા તાલુકાના વ્યારા ગામમાં પણ વરસાદી ફરી વળતા સંપર્ક વિહોણું બની ગયું હતું. જેમાં આ ગામમાં પ્રવેશવાના રોડ ઉપર પાણી ફરી વળતા ગ્રામજનો મુશ્કેલીમાં મુકાઇ હતા. વળી લોકો ગામમાંથી બહાર જઈ શકતા ન હતા કે બહારથી આ ગામમાં લોકો અંદર આવી પણ શકતા ન હતા. ગામમાં નવી નગરી તેમજ રાઠોડિયા વાસના મકાનોમાં પાણી ઘૂસી જતાં 300 જેટલા લોકોનું સ્થળાંતર કરી સલામત સ્થળે લઇ જવામાં આવ્યા હતા. ગામમાં સરપંચ, તલાટી અને તાલુકા પંચાયત પ્રમુખે ગામની મુલાકાત લીધી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here