બોની-અનિલ કપૂરથી લઈ અભિષેક બચ્ચન સહિતના સેલેબ્સ અજય દેવગનના પિતાના અંતિમ સંસ્કારમાં હાજર રહ્યાં

0
43

મુંબઈઃ બોલિવૂડ એક્ટર અજય દેવગનના પિતા તથા જાણીતા એક્શન ડિરેક્ટર વીરુ દેવગનનું 27 મેના રોજ સવારે છ વાગે સૂર્યા હોસ્પિટલમાં કાર્ડિયાક એરેસ્ટને કારણે નિધન થયું હતું. 85 વર્ષીય વીરુ દેવગનના નિધનના સમાચાર જાણીને બોલિવૂડ સેલેબ્સ અજય દેવગનના ઘરે આવ્યા હતાં. ઐશ્વર્યા રાયે રડતી કાજોલને શાંત રાખી હતી. આ સિવાય અભિષેક બચ્ચન, શાહરુખ ખાન, પ્રકાશ ઝા, હેરી બાવેજા-હરમન બાવેજા, મહેશ ભટ્ટ, સની દેઓલ-બોબી દેઓલ, સની સિંહ, સાજીદ ખાન, અયાન મુખર્જી સહિતના સેલેબ્સ આવ્યા હતાં.

વીલે પાર્લેમાં અંતિમ સંસ્કાર થયા
અજય દેવગને પિતાની અર્થીને કાંધ આપી હતી. અજય દેવગનના પિતાના અંતિમ સંસ્કાર વીલે પાર્લે (વેસ્ટ)ના સ્મશાન ગૃહમાં થયા હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here