બોર્ડની પરીક્ષામાં ઓડિયો રેકોર્ડિંગમાંથી સ્કૂલોને છૂટ, વીડિયો રેકોર્ડિંગ ફરજિયાત

0
14

અમદાવાદ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે દરેક સ્કૂલને સૂચના અાપી છે કે બોર્ડની પરીક્ષા દરમિયાન સીસીટીવીનું ઓડિયો રેકોર્ડિંગ ફરજિયાત નથી. શક્ય હોય તો કેન્દ્રો ઓડિયો રેકોર્ડિંગ કરાવી શકે છે. બોર્ડ દ્વારા બીજો પરિપત્ર કરીને પરીક્ષા દરમિયાન દરેક કેન્દ્રો પર ‘શક્ય હોય તો’ ઓડિયો રેકોર્ડિંગની સુવિધા ઉપલબ્ધ કરવાની સૂચના આપી છે.

ઓડિયો- વીડિયો રેકોર્ડિંગ કરીને કોપી જમા કરાવવાની સૂચના અપાઇ હતી

હવે સ્કૂલો માટે સીટીટીવીના ઓડિયો રેકોર્ડિંગની સુવિધા કરવી ફરજિયાત નહીં હોય. ‘દિવ્ય ભાસ્કર’ દ્વારા પરિપત્રની 9 નંબરની સૂચનાનો ઉલ્લેખ કરાયો હતો, જેમાં બોર્ડ દ્વારા દરેક સ્કૂલોને સીસીટીવીના ઓડિયો- વીડિયો રેકોર્ડિંગ કરીને કોપી જમા કરાવવાની સૂચના અપાઇ હતી. બોર્ડ દ્વારા કરવામાં આવેલા બીજા પરિપત્રમાં પણ 9 નંબરની સૂચનાનો ઉલ્લેખ કરીને ‘શક્ય હોય તો’ શબ્દ વાપરવામાં આવ્યો છે. જેથી સ્કૂલોને આ વર્ષે સીસીટીવીમાં ઓડિયો રેકોર્ડિંગની સુવિધા નહીં હોય તો પણ કોઇ પગલા લેવામાં આ‌વશે નહીં, બોર્ડ દ્વારા આ મુદ્દે દરેક સ્કૂલોને છૂટછાટ આપવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here