Wednesday, September 22, 2021
Homeબોલિવુડના 'સિંઘમ'એ ક્રૂણાલ પંડ્યાને આપી ફિલ્મની ઑફર, ક્રિકેટરે મૂકી આવી શરત
Array

બોલિવુડના ‘સિંઘમ’એ ક્રૂણાલ પંડ્યાને આપી ફિલ્મની ઑફર, ક્રિકેટરે મૂકી આવી શરત

ક્રૂણાલને આ ઑફર કોઇ બીજાએ નહી પરંતુ બોલિવુડના ‘સિંઘમ’ અજય દેવગને આપી છે. વાસ્વતમાં ક્રૂણાલ પંડ્યાએ પોતાના ટ્વિટર હેન્ડલ પર અજય દેવગનને બર્થ ડે વિશ કરતા એક ફોટો પોસ્ટ કર્યો હતો.

ક્રૂણાલ પંડ્યાએ અજયને વિશ કરતા લખ્યુ કે, સિંઘમ સુપરસ્ટાર અને મારા હમશકલ ને જન્મદિવસની શુભકામના.” આમ તો અજય દેવગન સોશ્યલ મીડિયા પર કંઇ ખાસ અપડેટ કરતો નથી પરંતુ તેણે ક્રૂણાલની ટ્વિટનો જવાબ આપ્યો હતો.

અજય દેવગને મજેદાર અંદાજમાં લખ્યું, “થેન્ક્યૂ ક્રૂણાલ. ડબલ રોલમાં એક ફિલ્મ સાથે કરીએ” અજયના ટ્વિટ પર ક્રૂણાલે જવાબ આપતા ફિલ્મને ઑફર તો પસંદ આવી પરંતુ એક શરત મૂકી.

ક્રૂણાલ પંડ્યાએ કહ્યુ કે, અજય દેવગન મુંબઇ ઇન્ડિયન્સને ચીયર કરવા આવશે તો તે ફિલ્મ કરી શકે છે. ક્રૂણાલે લખ્યુ કે, ”નક્કી! પહેલા તમે મુંબઈ ઈન્ડિયન્સને ચીયર કરવા માટે વાનખેડે આવો પછી આપણે ફિલ્મ કરીશું.”

આ પહેલા ક્રૂણાલ પંડ્યાએ 2019માં ચેન્નાઇ સુપર કિંગ્સ સામે 42 રન ફટકાર્યા હતા. ત્યારપછી તેના ભાઇ હાર્દિકે 8 બોલમાં 25 રન કર્યા અને સ્કોર 170 રનની પાસે પહોંચ્યો. હાર્દિકની બૉલિંગના કારણે ધોનીની ટીમ 3 વિકેટથી હારી ગઇ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments