બોલીવુડ એક્ટર અનુપમ ખેરે સોશયલ મીડિયા પર BJP ને વોટ ના આપવાની અપીલ કરવા વાળા કલાકારોને આડેહાથે લીધા

0
53

નવી દિલ્હીઃ બોલીવુડ એક્ટર અનુપમ ખેરે સોશયલ મીડિયા પર એવા કલાકારોને આડેહાથે લીધા છે. જેમણે તાજેતરમાં જ ભારતીય જનતા પાર્ટીને વોટ ન કરવાની અપીલ કરી છે. અનુપમે ટ્વીટમાં લખ્યું કે, આપણા જ સમાજના ઘણા લોકોએ પત્ર લખીને આગામી ચૂંટણીમાં વર્તમાન સરકારને વોટ ન આપવાની અપીલ કરી છે જેને જનતાએ પોતે બંધારણના રીતરિવાજથી પસંદ કરી છે.

આ લોકો એક રીતે વિપક્ષ માટે કેમ્પેઈનિંગ કરી રહ્યાં છેઃ ખેર
અનુપમ ખેરે વધુમાં લખ્યું કે, બીજા શબ્દોમાં કહેવામાં આવે તો આ લોકો એક રીતે વિપક્ષ માટે કેમ્પેઈનિંગ કરી રહ્યાં છે. સારુ છે, હવે તેઓ દેખાડો તો નથી કરતાને. મહત્વનું છે કે, તાજેતરમાં જ બોલીવુડ એક્ટર નસીરુદ્દીન શાહ સહિત થિયેટર અને કળા સાથે જોડાયેલી 600 હસ્તીઓએ BJPને વોટ ન આપવાની અપીલ કરી હતી.
શું છે આ પત્રમાં?
પત્રમાં કહેવામાં આવ્યું છે, ”આગામી લોકસભા ચૂંટણી દેશના ઈતિહાસની સૌથી વધુ ગંભીર ચૂંટણી છે. આજે ગીત, નૃત્ય તથા હાસ્ય જોખમમાં છે. આપણું ન્યાયતંત્ર જોખમમાં છે. સરકારે તે તમામ સંસ્થાઓનો ગળા દબાવી દીધા છે, જ્યાં તર્ક, દલીલ તથા અસહમિત છે. કોઈ પણ લોકતંત્રને સૌથી નબળા તથા સૌથી વધુ વંચિત લોકોને સશક્ત બનાવવા જોઈએ. કોઈ પણ લોકતંત્ર સવાલ વગર, દલીલ તથા સજાગ વિપક્ષ વગર કામ કરી શકે નહીં. આ તમામને હાલની સરકારે પગ તળે કચડી નાખ્યા છે. તમામ લોકો ભાજપને સત્તામાંથી બહાર કરવા માટે વોટ કરે. બંધારણનું રક્ષણ કરો તથા કટ્ટરતા, ધૃણા અને નિષ્ઠુરતાને સત્તામાંથી બહાર કરો.”
આ લોકોએ પત્ર પર કરી સહી
આ પત્ર પર શાંતા ગોખલે, મહેશ એલકુંચેવાર, મહેશ દત્તાની, અરૂંધતી નાગ, કીર્તિ જૈન, અભિષેક મજૂમદાર, કોંકણા સેન શર્મા, રત્ના પાઠક શાહ, લિલેટ દુબે, મીતા વશિષ્ઠ, મકરંદ દેશપાંડે તથા અનુરાગ કશ્યપે સહી કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here