બોલીવુડ રંગાયુ દેશભક્તિના રંગમાં, આ રીતે કરી ગણતંત્ર દિવસની ઉજવણી

0
26

દેશ 26 જાન્યુઆરીએ 70મો ગણતંત્ર દિવસ ઉજવી રહ્યો છે. આ દિવસે ભવ્ય સમારોહ અને રિપબ્લિક ડે પરેડ ખાસ આકર્ષણ હોય છે. સોશિયલ મીડિયા પર પણ દેશભક્તિની લહેર ઉઠી છે. બોલીવુડ સેલેબ્સે સોશિયલ મીડિયા પર ગણતંત્ર દિવસની શુભકાંમના આપી છે. વિક્કી કૌશલથી લઈને કપિલ શર્મા સુધી દરેકે ટ્વીટ કરીને દેશના પ્રત્યે પોતાના પ્રેમને વ્યક્ત કર્યો.

એક્ટર વિક્કી કૌશલે સોશિયલ મીડિયા પર ત્રિરંગો હાથમાં લઈને એક ફોટો શેર કર્યો છે. સાથે જ કેપ્શનમાં લખ્યું- ઝંડા ઊંચા રહે હમારા, હેપ્પી રિપબ્લિક ડે. જય હિંદ! તેની આ તસ્વીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તસ્વીરમાં તે ખૂબ ખુશ જોવા મળી રહ્યા છે. તમને જણાવી દઈએ કે થોડા સમય પહેલા જ વિક્કી કૌશલ ફિલ્મ ‘ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઈક’માં જોવા મળ્યા હતા. તેમની ફિલ્મે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી અને આ ફિલ્મ વર્ષની પહેલી 100 કરોડ કમાવવા વાળી ફિલ્મ બની ગઈ છે.

https://twitter.com/KapilSharmaK9/status/1088994296253042688

કોમેડિયન કપિલ શર્માએ પણ ટ્વીટ કરીને લોકોને રિપબ્લિક ડેની શુભકામનાઓ આપી. તેણે લખ્યુ- દરેક દેશવાસિઓને ગણતંત્ર દિવસની ખૂબ શુભકામનાઓ. જય હિંદ.

ત્યાંજ એક્ટ્રેસ સ્વરા ભાસ્કરે પણ ટ્વિટર લખ્યુ- આજે રિપબ્લિક ડે છે. સ્વતંત્રતા દિવસ નહીં! આજેના દિવસે 26 જાન્યુઆરી 1950એ આપણુ સંવિધાન લાગુ થયુ હતું. આઝાદી 15 ઓગસ્ટે 1947એ મળી હતી!

https://twitter.com/ActorMadhavan/status/1088995028062687234

એક્ટર આર માધવનને પણ ટ્વીટ કર્યું. તેણે બધાને રિપબ્લિક ડેની શુભકામનાઓ આપી. જણાવી દઈએ કે માધવન હાલના દિવસોમાં પોતાના પ્રોજેક્ટને લઈને ચર્ચામાં છે. તે ‘રોકેટ્રી ધિ નાંબી એફેક્ટ’માં 77 વર્ષીય ISROના સાઈન્ટિસ્ટ નંબી નારાયણનની ભુમિકામાં જોવા મળશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here