Monday, October 18, 2021
Homeબોસ્ટનમાં 16 ઇંચ, ન્યુયોર્કમાં સ્કૂલ-કોલેજો બંધ, બે દિવસમાં 3900 ફલાઇટ્સ રદ, કોલોરાડોમાં...
Array

બોસ્ટનમાં 16 ઇંચ, ન્યુયોર્કમાં સ્કૂલ-કોલેજો બંધ, બે દિવસમાં 3900 ફલાઇટ્સ રદ, કોલોરાડોમાં બેનાં મોત

ન્યુયોર્કઃ ભીષણ હિમવર્ષા અને બરફના તોફાનને કારણે અમેરિકાનાં ત્રણ રાજ્યો બેહાલ છે. સોમવારે પૂર્વોત્તરમાં આવેલાં તોફાને સૌથી વધુ બોસ્ટનને અસર કરી છે. અહીં 16 ઇંચ હિમવર્ષા થઇ. ન્યુયોર્કમાં 6 ઇંચ હિમવર્ષા થતાં માર્ગો લપસણા થયા છે. પારો શૂન્યથી નીચે પહોંચવાને લીધે બંને શહેરોમાં સ્કૂલ-કોલેજો બંધ કરી દેવાઇ છે. ન્યુયોર્કમાં બે દિવસમાં 2100 અને બોસ્ટનમાં મંગળવારે 1800 ફ્લાઇટ્સ રદ કરવી પડી.

કનેક્ટિકટમાં 17 ઇંચ, રોડે આઇલેન્ડમાં પણ આટલી જ હિમવર્ષાને કારણે 30 હજાર ઘરો અને ન્યૂ ઇંગ્લેન્ડમાં 60 હજાર ઘરોમાં વીજળી ડૂલ છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ હજુ વધુ હિમવર્ષા અને બરફના તોફાન આવી શકે છે. જ્યારે કોલોરાડોમાં બીજી વખત હિમપ્રપાત થયો. બંને ઘટનામાં બે લોકોનાં મોત થયાં.

ન્યુયોર્ક અને બોસ્ટનમાં માર્ગો પર 2 ફૂટ બરફ જામી જતાં લપસવાનું રોકવા માટે સેંકડો લોકો રાહત કામમાં લાગ્યા છેે. ડિપાર્ટમેન્ટ ઓફ સેનિટેશનના 700થી વધુ કર્મી માર્ગો પર મીઠાનો છંટકાવ કરી રહ્યા છે. જેથી અકસ્માત ન થાય.
સેન મિગુલ કાઉન્ટીમાં સ્કીઇંગમાં બરફની ભેખડ ધસી પડતાં એક યુવક દટાઇ ગયો હતો. તેની સાથે તેનો કૂતરો હતો, જે બચી ગયો. 18 કલાક પછી જ્યારે બચાવદળનું હેલિકોપ્ટર લાપતા લોકોને શોધી રહ્યું હતું ત્યારે કૂતરાએ ભસવાનુ ચાલુ કરી ઇશારો કર્યો હતો ત્યાર તે યુવકને બચાવવામાં આવ્યો.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments