Thursday, March 23, 2023
Homeહેલ્થબ્યૂટી ટિપ્સ : દરેક સીઝન માટે બેસ્ટ છે આ હોમમેડ નેચરલ ક્રીમ

બ્યૂટી ટિપ્સ : દરેક સીઝન માટે બેસ્ટ છે આ હોમમેડ નેચરલ ક્રીમ

- Advertisement -
સ્કિનને યંગ અને હેલ્ધી રાખવા માટે બ્યૂટી પ્રોડક્ટ્સ ખરીદતા હોવ તો આજે અમે તમને એવી બેસ્ટ હોમમેડ ક્રીમ વિશે જણાવીશું, જેને રોજ લગાવવાથી સ્કિન યંગ અને ગ્લોઈંગ રહેશે. માર્કેટમાં અનેક પ્રકારની ફેરનેસ ક્રીમ મળે છે. પણ તેનાથી આપણી સ્કિનને સખત નુકસાન થાય છે. જો તમે નેચરલી સ્કિનને હેલ્ધી અને યંગ રાખવા માંગો છો તો આજે અમે તમને ઘરે જ બેસ્ટ ફેરનેસ ક્રીમ બનાવતા શીખવાડીશું. આ ક્રીમના કોઈ જ સાઈડ ઈફેક્ટ નથી અને તમારી સ્કિનને એ હેલ્ધી રાખશે. આ વસ્તુઓ જોઈશે :-
  • અડધી ચમચી ગ્લિસરીન
  • અડઘી ચમચી બદામનું તેલ
  • 1 ચમચી એલોવેરા જેલ
  • 1 ચમચી રોઝ વોટર
  • 1 ચમચી એક્સ્ટ્રા વર્જિન કોકોનટ ઓઈલ
આ રીતે બનાવો ક્રીમ :- સૌથી પહેલાં એક વાટકીમાં ઉપર જણાવેલી તમામ સામગ્રી મિક્સ કરી લો. પછી બરાબર હલાવીને તેને એક જારમાં ભરીને ફ્રીઝમાં મૂકી દો. રોજ રાતે સૂતા પહેલાં 1 મિનિટ ફેસ પર આ ક્રીમ લગાવી મસાજ કરો. રિઝલ્ટ જોઈને વિશ્વાસ નહીં થાય. ફાયદા :- આ હોમમેડ ફેરનેસ ક્રીમ સ્કિનને નેચરલી સોફ્ટ અને શાઈની બનાવશે. સ્કિન દૂધ જેવી ફેર થઈ જશે અને યંગ રહેશે. સ્કિનના ડાઘ દૂર થશે. આ ક્રીમ લગાવવાથી 1 સપ્તાહમાં તમને રિઝલ્ટ દેખાવા લાગશે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular