બ્રાઝીલ : હુમલાખોરે બારમાં અંધાધૂંધ ગોળીબાર કર્યો, 6 મહિલા સહિત 11ના મોત

0
25

બેલેમ: બ્રાઝીલના એક બારમાં રવિવારે અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો છે. આ ઘટનામાં 6 મહિલા સહિત 11 લોકોના મોત થયા છે. જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ છે. ઘટના રવિવારે બપોરે 3.30 વાગે રાજ્યના પાટનગર બેલેમમાં થઈ હતી. પોલીસે એક હુમલાખોરની ધરપકડ કરી લીધી છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે સાત હુમલાખોર બાઈક અને કારમાં બાર સુધી પહોંચ્યા હતા. અહીં ગોળીબાર પછી 6 આરોપીઓ ભાગવામાં સફળ રહ્યા હતા જ્યારે એક આરોપીની પોલીસે ધરપકડ કરીને પૂછપરછ શરૂ કરી છે.

સરકારે ઘટનાને નરસંહાર ગણાવી: સરકારી પ્રવક્તાએ જણાવ્યું કે, હજી સુધી તેઓ ઘટનાનું સ્પષ્ટ કારણ નથી જાણી શક્યા. પરંતુ રાજ્યમાં આ નરસંહાર જેવી ઘટના છે. બારમાં હાજર અમુક લોકોએ મોબાઈલથી વીડિયો રેકોર્ડ કર્યો છે. જેમાં ફ્લોર પર ફેલાયેલું લોહી અને લાશો જોવા મળી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here