Tuesday, September 21, 2021
Homeબ્રિજ પર સોલાર પાવર પ્લાન્ટ લગાવનારૂ વડોદરા દેશનું પ્રથમ શહેર બનશે
Array

બ્રિજ પર સોલાર પાવર પ્લાન્ટ લગાવનારૂ વડોદરા દેશનું પ્રથમ શહેર બનશે

વડોદરાઃ સ્માર્ટ સિટી પ્રોજેકટ અંતર્ગત વડોદરા શહેરના અકોટા-દાંડિયા બજાર બ્રિજ પર સોલાર પાવર પ્લાન્ટ બેસાડવાની કામગીરી શરૂ કરવા માટે આદેશો આપી દેવાયા છે અને તેનાથી વર્ષે 14 લાખ વીજયુનિટનું ઉત્પાદન કરવામાં સફળતા મળશે. અકોટા-દાંડિયા બજાર હયાત બ્રિજ પર સ્ટ્રકચર ઉભુ કરાયું છે. દેશનું પહેલુ શહેર વડોદરા બનશે કે, જ્યાં બ્રિજ પર સોલર પાવર પ્લાન્ટ હશે અને આ સપનુ છ મહિનામાં પૂરુ કરી દેવાનો લક્ષ્યાંક રખાયો છે.

સોલાર પાવર પ્લાન્ટની કામગીરી માટે રૂા.17.78 કરોડના અંદાજ સામે લોએસ્ટ ટેન્ડર રૂા.11.16 કરોડનું રહ્યું હતું. આ કામગીરી ગ્રીન બ્રિલિયંસ રિન્યુએબલ એનર્જી એલએલપીને સુપરત કરવામાં આવી છે. વડોદરા સ્માર્ટ સિટીના પ્રોજેકટમાં અંદાજ કરતાં 37.28 ટકા ભાવ ઓછો રહેવા પામ્યો છે. આ પાવર પ્લાન્ટની ક્ષમતા 983 કિલો વોટની રહેશે અને તેનાથી વાર્ષિક 14 લાખ વીજ યુનિટનું પાવર જનરેશન થશે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments