Tuesday, December 7, 2021
Homeબ્રિટનના એરપોર્ટ અને રેલવે સ્ટેશન પાસેથી ત્રણ બોમ્બ મળ્યા, સુરક્ષા તંત્ર એલર્ટ
Array

બ્રિટનના એરપોર્ટ અને રેલવે સ્ટેશન પાસેથી ત્રણ બોમ્બ મળ્યા, સુરક્ષા તંત્ર એલર્ટ

બ્રિટનના એરપોર્ટ અને રેલવે સ્ટેશન પાસેથી ત્રણ બોમ્બ મળ્યા છે. જેમાં એક બોમ્બ બ્લાસ્ટ થતા સુરક્ષા તંત્ર એલર્ટ બની ગયુ છે. લંડનના બે મુખ્ય એરપોર્ટ એટલે કે હિથ્રો એરપોર્ટ અને સીટી એરપોર્ટમાં એક બેગમાંથી બોમ્બ મળ્યા હતા. આ સિવાય વાટરલુ રેલવે સ્ટેશમાં પણ એક બેગમાંથી બોમ્બ મળ્યો. આ ત્રણેય સ્થળો પર પ્રવાસીઓની ખુબ ભીડ જોવા મળતી હોય છે. અને આ સ્થળો પર અન્ય દેશોના નાગરિકો પણ મોટી સંખ્યામાં હોય છે.

સઘન સુરક્ષા બંદોબસ્ત વચ્ચે આવા સ્થળો પર બોમ્બ કઈ રીતે પહોંચ્યો તેની પોલીસ તપાસ કરી રહી છે. હીથ્રો એરપોર્ટ પર જ્યારે પોલીસ દ્વારા પેકેટ ખોલવામાં આવ્યું.ત્યારે તેમાથી આગની જ્વાળા નીકળી હતી. જોકે તેને કાબુમાં લેવામાં આવી અને કોઈ જાનહાનિ થઈ નથી. સ્થાનિક અધિકારીઓએ સુરક્ષાના કારણોસર એક બિલ્ડિંગને ખાલી કરાવી દીધી હતી. ઉલ્લેખનિય છે કે 2017માં લંડન અને મેનચેસ્ટરમાં પાંચ હુમલા થયા હતા.જેમાં 36 લોકો માર્યા ગયા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments