બ્રિટન : ભારત અને ચીનને પ્રદૂષણ અને સ્વચ્છતાની સમજ નથી, અમેરિકાની હવા સૌથી સાફ: ટ્રમ્પ

0
17

લંડન: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, ભારત, ચીન અને રશિયાને પ્રદૂષણની સમજ નથી. તેમનું આ નિવેદન ત્યારે આવ્યું છે જ્યારે વિશ્વ સ્વાસ્થય સંગઠન (ડબ્લ્યૂએચઓ)ના રિપોર્ટમાં આ ત્રણેય દેશોમાં વાયુ પ્રદૂષણનું સ્તર અમેરિકા કરતાં વધારે દર્શાવવામાં આવ્યું છે. જ્યારે અમેરિકા કાર્બનડાયોક્સાઈડનું ઉત્સર્જનના મામલે અગ્રણી દેશોમાંથી એક છે.

અમેરિકન રાષ્ટ્રપતિ ત્રણ દિવસની રાજકીય યાત્રા પર સોમવારે બ્રિટન પહોંચ્યા હતા. તેમણે અહીં બ્રિટિશ ચેનલને એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, ચીન, ભારત, રશિયા અને ઘણાં અન્ય દેશોની હવા સાફ નથી, ત્યાનું પાણી પણ સ્વસ્છ નથી. આ દેશોમાં સ્વચ્છતાની કોઈ સમજ જ નથી. તેમને પોતાની જવાબદારીનો અહેસાસ નથી.

પ્રિન્સ ચાર્લ્સથી પ્રભાવિત છે ટ્રમ્પ: ટ્રમ્પે કહ્યું કે, સોમવારે તેમણે બકિંધમ પેલેસમાં પ્રિન્સ ચાર્લ્સ સાથે હાઈ-ટી પર મુલાકાત કરી હતી. હું પર્યાવરણ માટે તેમનાથી ઘણો પ્રભાવિત છું. ચાર્લ્સે મારામાં જળવાયુ પરિવર્તન સાથે લડવાની ભાવના જગાડી છે. અમે એક એવી દુનિયા ઈચ્છીએ છીએ જે આવનારી પેઢી માટે સારી હોય. પ્રિન્સ ચાર્લ્સ અને મારી વચ્ચે અંદાજે 15 મિનિટ વાત થઈ હતી. તે દરમિયાન તેમણે માત્ર જળવાયુ પરિવર્તન વિશે જ વાત કરી હતી.

અમેરિકાએ ગયા વર્ષે 3.4% વધુ કાર્બન ડાયોક્સાઈડનું ઉત્સર્જન કર્યું: અમેરિકા 2016માં પેરિસ જળવાયુ સમજૂતીમાંથી બહાર થઈ ગયું હતું. આ સમજૂતીનો ઉદ્દેશ કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો કરવાનું અને ગ્લોબલ વોર્મિંગને 2 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટાડવાનું છે. રોહડિયમ ગ્રૂપ દ્વારા જાન્યુઆરીમાં જાહેર કરવામાં આવેલા રિપોર્ટ પ્રમાણે 2018માં અમેરિકાએ 3.4% વધુ કાર્બન ઉત્સર્જન કર્યું છે. તે ગયા 8 વર્ષમાં સૌથી વધારે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here