બ્રિટેન : 12 હજાર કિમી સુધી પ્રહાર કરનારી મિસાઈલથી સજ્જ સબમરીનમાં નૌસૈનિક કોકીન લેતા ઝડપાયા

0
25

લંડનઃ બ્રિટિશ રોયલ નેવીના ત્રણ સૈનિક પરમાણુ બોમ્બથી સજ્જ સબરમરીન HMS વેનજેંસમાં કોકીન લેતા ઝડપાયા હતા.આ બન્નેને અમેરિકાના ફ્લોરિડા પોર્ટ નજીક પકડવામાં આવ્યા હતા, જ્યાં ત્રણેય ડ્રગ ટેસ્ટમાં ફેલ થયા હતા. રિપોર્ટ્સ પ્રમાણે, ત્રણેયનો યુરિન ટેસ્ટ સબમરીનના સીક્રેટ ઓપરેશન દરમિયાન જ કરી લેવાયો હતો. સૈનિકોને ઉતારીને સબરમરીનને સ્કોટલેન્ડમાં આવેલા બેઝ પર પરત મોકલવામાં આવ્યા હતા.

સબરમરીનમાં તહેનાત ઘણાં નૌસૈનિકો સામેલ હોઈ શકે છેઃ સૂત્રોના કહ્યાં પ્રમાણે, દાવો કર્યો છે કે પકડાયેલા ત્રણેય નૌસૈનિક HMS વેનજેંસ પર તહેનાત કોકીન લેનારા નૌસૈનિકોની મોટી ગેંગનો ભાગ છે. જો કે, તેમાંથી મોટા ભાગના લોકો પકડી શકાયા નથી. માનવામાં આવી રહ્યું છે કે આ તમામ લોકોએ ડ્રગ્સને લોહીમાંથી બહાર કરવા માટે વધુ પ્રમાણમાં પાણી પીધું હતું અને ટેસ્ટ દરમિયાન બચી ગયા હતા.

સબમરીનમાં 12 હજાર કિમી પ્રહાર કરનારી મિસાઈલો છેઃ બે મહિના પહેલા જ રોયલ નેવીના એક અને સબમરીન HMSમાંથી પણ સાત નૌસૈનિકો કોકીન લેતા હોવાનો ખુલાસો થયો હતો. જો કે, HMS વેનજેંસ પર આ મામલો વધુ ગંભીર છે, કારણ કે સબમરીનમાં 16થી વધુ પરમાણુ હથિયારો સામેલ છે.

સાથે જ સબમરીનમાં ન્યૂક્લિયર મિસાઈલો પણ છે જે 10 હજાર કિલોમીટરની રેન્જમાં લાખો લોકોના જીવ લઈ શકે છે. એક્સપર્ટના કહ્યાં પ્રમાણે આ મિસાઈલો જાપાની શહેર હિરોશિમાનો ખાતમો બોલાવનાર બોમ્બથી આઠ ગણી વધુ શક્તિશાળી છે.

સબમરીનમાં લાગેલી મિસાઈલનું ત્રણ વર્ષ પહેલા પરિક્ષણ કરાયું હતું. જેમાંથી મિસાઈલની ગતિ અંદાજે 21 હજાર કિમી પ્રતિકલાક રહી હતી. જે સમયે સબમરીનથી મિસાઈલ ફાયર કર્યું હતું, ત્યારે તમામ ફ્લાઈટ્સને તેમના માર્ગમાંથી હટાવી દેવાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here