બ્રેકઅપ પછી EX BF માટે નેહાએ કહ્યુ, ‘ઇસમે તેરા ઘાટા મેરા કુછ નહી જાતા’

0
297

બોલિવુડની જાણીતી સિંગર નેહા કક્કર તેના સોન્ગ્સ નહી પરંતુ પોતાની પર્સનલ લાઇફને કારણે વધારે ચર્ચામાં રહે છે. નેહા કક્કર અને હિમાંશ કોહલી વચ્ચે બ્રેકઅપ થયા પછી નેહા ડિપ્રેશનમાં હતી, તેણો સોશ્યલ મીડિયા પર પોતાના બ્રેકઅપ અને ડિપ્રેશનની વાત ખુલીને કરી હતી.

નેહા ધૂપિયાએ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક પછી પોસ્ટ કરી હતી અને પોતાનું દર્દ વ્યકત કર્યુ હતુ. તેણે લખ્યુ હતુ કે,  ”મેં મારું બધું જ આપી દીધું અને મને બદલામાં શું મળ્યું…હું શૅર પણ નથી કરતી કે શું મળ્યું.”

નેહાએ પોતાની પોસ્ટમાં લખ્યું, ”મને ખ્યાલ નથી કે આ દુનિયામાં આટલા ખરાબ લોકો પણ રહે છે. બધું જ ગુમાવ્યા બાદ હવે હોશમાં આવ્યા તો પણ શું. મને ખ્યાલ છે કે હું એક સેલિબ્રિટી છું અને હું આવું લખું તેવી આશા કોઈને નહીં હોય પરંતુ આખરે હું એક માણસ છું. આજે હું વધુ પડતી ભાંગી પડી છું અને તેથી જ મારી લાગણીઓને કંટ્રોલ કરી શકું એમ નથી. મને ખ્યાલ છે કે હવે તમામ લોકો વાત કરશે અને મને આ જ વાત પર જજ કરશે. ખબર નહીં લોકો શું બોલશે. કેટલાંક લોકો તો એવી વાતો પણ કરશે, જે મેં ક્યારેય કરી જ નથી પરંતુ મને આની આદત પડી ગઈ છે. બધું સાંભળવાની અને હવે સહન કરવાની. મને ખ્યાલ છે કે સેલિબ્રિટિઝના 2 ચહેરાઓ હોય છે. એક પર્સનલ તથા એક પ્રોફેશનલ. પર્સનલ લાઈફ ભલે ગમે તેટલી ખરાબ ચાલતી હોય પરંતુ પ્રોફેશનલ લાઈફમાં હંમેશા હસતા રહેવું પડે છે.”

બોલિવૂડ સિંગરે પોતાના ઑફિશ્યલ સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર સ્ટોરી શૅર કરતા લખ્યુ છે કે, ‘Yes, I am in Depression.’તેણે આગળ લખ્યુ છે કે, “હા, હું ડિપ્રેશનમાં છું. દુનિયાના દરેક નેગેટિવ લોકોનો આભાર. તમે તમામ મને જિંદગીના સૌથી ખરાબ સમયમાંથી પસાર કરવામાં સફળ રહ્યા. હું એક બાબત સ્પષ્ટ કરવા માંગુ છુ કે આવુ એક કે બે વ્યકિતના કરાણે નહીં પણ એ દુનિયાના કારણે છે જે મને મારી પર્સનલ લાઇફ જીવવા નથી દેતા.”

જોકે હવે નેહા કક્કરે એક પોતાના ઑફિશ્યલ યુટ્યૂબ પેજ પર વીડિયો શૅર કર્યો છે, જેમાં તે પંજાબી સિંગર ગજેન્દ્ર વર્માનું સોંગ ”ઈસમે તેરા ઘાટા, મેરા કુછ નહી જાતા”. આ વીડિયોની યૂઝર્સ ખૂબ જ પસંદ કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે હિંમાશે ‘યારિયા’થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. આમાં નેહાએ ‘સની સની’ સોંગ ગાયું હતું. બંનેની મિત્રતા આ જ ફિલ્મના સેટ પરથી થઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here