Tuesday, September 28, 2021
Homeબ્રેક્ઝિટથી વૈશ્વિક અર્થવ્યવસ્થાને મોટો ફટકો, ભારતનો વૃદ્ધિ દર યથાવત રહેશેઃ IMF
Array

બ્રેક્ઝિટથી વૈશ્વિક અર્થવ્યવસ્થાને મોટો ફટકો, ભારતનો વૃદ્ધિ દર યથાવત રહેશેઃ IMF

ઇન્ટરનેશનલ ડેસ્ક :  ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ ( IMF ) એ ચેતવણી આપી છે કે, 2019 માં વૈશ્વિક વૃદ્ધિ પહેલાં લગાવવા માં આવેલા અનુમાન થી ઓછી થઇ શકે છે. જો કે, એવો પણ અંદાજ લગાવવા માં આવ્યો છે કે, વર્ષ ના અંતિમ મહિનાઓમાં વૈશ્વિક વૃદ્ધિ દરમાં સુધારણા જોવા મળી શકે છે પરંતુ તે પણ અનિશ્ચિત હોઇ શકે છે. આઇએમએફ એ કહ્યું કે, વૈશ્વિક અર્થવ્યવસ્થાને બ્રેક્ઝિટનો ફટકો લાગવાની આશંકા છે.

વર્લ્ડ બેંક અને મોનિટરી ફંડની આગામી સપ્તાહે યોજાનારી બેઠક અગાઉ પોતાના સંબોધનમાં IMF ચીફ ક્રિસ્ટિન લેગાર્ડે કહ્યું કે, વિશ્વ અર્થવ્યવસ્થાને બ્રેક્ઝિટથી ફટકો લાગવાનું જોખમ છે. આ ઉપરાંત વ્યાજના ઉંચાદર,વેપાર તણાવ સિવાય નાણાકીય બજારોમાં વિક્ષેપથી પણ વૈશ્વિક અર્થવ્યવસ્થા પ્રભાવિત થશે. પીટીઆઇ અનુસાર, લેગાર્ડે યુએસ ચેમ્બર ઓફ કોમર્સમાં કહ્યું કે, આ વર્ષે વૈશ્વિક વૃદ્ધિ દરમાં અનિશ્ચિતતા રહેશે.

બે તૃતીયાંશ અર્થવ્યવસ્થામાં ઘટાડો

લેગાર્ડે કહ્યું કે, IMF આગામી સપ્તાહે જાન્યુઆરીમાં લગાવેલા વૈશ્વિક વૃદ્ધિના અનુમાનને વધુ ઘટાડશે. તેઓએ કહ્યું કે, તેનું મુખ્ય કારણ એ છે કે, વિશ્વની બે તૃતીયાંશ અર્થવ્યવસ્થાઓનો વૃદ્ધિ દર સુસ્ત રહેશે. આ વર્ષની શરૂઆતમાં IMFએ વૈશ્વિક આર્થિક વૃદ્ધિ દરના અનુમાનને ઘણો ઓછો કરી દીધો છે. આઇએમએફનું અનુમાન છે કે, આ વર્ષ અને આગામી વર્ષ વૈશ્વિક વૃદ્ધિ દર 3.5 ટકા રહેશે. આગામી સપ્તાહે વોશિંગ્ટનમાં યોજાનારી કેન્દ્રિય બેન્કર્સ અને નાણા મંત્રીઓની અર્ધવાર્ષિક બેઠક એવા સમયે યોજાઇ રહી છે, જ્યારે અમેરિકા અને ચીન પોતાના આઠ મહિનાથી ચાલી રહેલા વેપાર વિવાદને ઉકેલવાના પ્રયાસ કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, EU ( યુરોપિયન યુનિયન ) એ વાત પર રાજી થઇ ગયું છે કે, બ્રિટન ને બ્રેક્ઝિટ માટે વધુ સમય આપવો  જોઇએ. બ્રિટને આ માટે ઇયુ પાસે 30 જૂન સુધીનો સમય માંગ્યો હતો. આ અગાઉ બ્રિટનને ઇયુમાંથી બહાર થવા માટેનો સમય 29 માર્ચ સુધીનો હતો. બ્રિટનમાં બ્રેક્ઝિટ ડીલને લઇને સંસદની અંદર અને પ્રજામાં સતત અવઢવ ની સ્થિતિ છે.  હવે એવી આશંકા પણ છે કે, બ્રેક્ઝિટ બાદ માત્ર બ્રિટન જ નહીં યુરોપિયન યુનિયન ને આર્થિક રીતે નુકસાન થવાનું છે, જે અબજો ડોલરનું પણ હોઇ શકે છે.

ભારતમાં વૃદ્ધિ યથાવત

આ અગાઉ IMFએ ભારતને વૈશ્વિકની સૌથી ઝડપથી વિકાસ પામતી અર્થવ્યવસ્થામાંથી એક ગણાવ્યું હતું. આઇએમએફ ના કોમ્યુનિકેશન્સ ડાયરેક્ટર ગેર્રી રાઇસે હાલમાં કહ્યુંકે, ભારત વિશ્વની ઝડપથી વિકસિત અર્થવ્યવસ્થાઓમાંથી છે, જ્યાં છેલ્લાં પાંચ વર્ષ દરમિયાન અંશતઃ વૃદ્ધિ અંદાજિત સાત ટકાથી ઉપર રહી છે. જો કે, IMFએ વર્ષ 2019 માટે ભારત ના અંદાજિત વિકાસ દરમાં 0.1 ટકા સામાન્ય કપાત કરીને તેને 7.4 ટકા કરી દીધો છે. આ અગાઉ વિકાસ દર 7.5 ટકા દર્શાવવામાં આવ્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments