Tuesday, December 7, 2021
Homeબ્રેક્ઝિટ ડીલ રદ થયા પછી અવિશ્વાસ પ્રસ્તાવ પરાસ્ત, થેરેસા જ રહેશે વડાપ્રધાન
Array

બ્રેક્ઝિટ ડીલ રદ થયા પછી અવિશ્વાસ પ્રસ્તાવ પરાસ્ત, થેરેસા જ રહેશે વડાપ્રધાન

લંડન: બ્રિટનમાં બ્રેક્ઝિટ ડીલ રદ થવાના કારણે સંકટમાં આવેલી થેરેસા સરકારને બુધવારે મોડી રાતે રાહત મળી છે. વડાપ્રધાન થેરેસાએ સરકાર વિરુદ્ધ બ્રિટિશ સંસદમાં લાવવામાં આવેલો અવિશ્વાસ પ્રસ્તાવ મોડી રાતે 1.30 વાગે 19 મતથી જીતી લીધો છે. વડાપ્રધાન થેરેસાની બ્રેક્ઝિટ ડીલ રદ થયા પછી વિપક્ષે સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. તેના પર વોટિંગ થયું હતું. અવિશ્વાસ પ્રસ્તાવના પક્ષમાં 306 વોટ અને વિરોધમાં 325 વોટ પડ્યા હતા. હાઉસ ઓફ કોમન્સમાં 650 સભ્યો છે.

થેરેસાનો પ્રસ્તાવ રદ થયો હતો
  • મંગળવારે મોડી રાતે બ્રેગ્ઝિટ ડીલ એટલે કે યુરોપીયન યૂનિયનથી બ્રિટનની અલગ થવાના પ્રસ્તાવને સંસદે ભારે બહુમતીથી નકારી દીધો હતો. થેરેસાએ જાતે ડીલના સમર્થનમાં દરેક સાંસદોને વોટ કરવાની અપીલ કરી હતી. બ્રેગ્ઝિટ ડીલના વિરોધમાં 432 અને પક્ષમાં માત્ર 202 સાંસદોએ વોટ કર્યા હતા. એટલે કે 230 વોટથી સરકારની હાર થઈ હતી.
  • થેરેસાની કંઝરવેટિવ પાર્ટીના 118 સાંસદોએ પણ ડીલ વિરુદ્ધ વોટિંગ કર્યું હતું. બ્રિટનની સંસદમાં કોઈ બિલ અથવા પ્રસ્તાવ પર સરકારની સૌથી મોટી ઐતિહાસીક હાર માનવામા આવે છે. બ્રિટનના 311 વર્ષના સંસદીય ઈતિહાસમાં પણ કોઈ પણ સરકાર કદી આટલા મોટા અંતરથી હારી નથી.
  • અવિશ્વાસ પ્રસ્તાવ રદ થયા પછી થેરેસાએ મેએ કહ્યું હતું કે, તેમણે બ્રિટનની જનતાને જે પણ વાયદા કર્યા છે તે તેઓ નીભાવશે અને આગળની રણનીતિ નક્કી કરવા માટે તેઓ વિપક્ષી નેતાઓ સાથે ચર્ચા પણ કરશે. જોકે લેબર પાર્ટીના નેતા જેરેમી કોર્બિને થેરેસાની અરજી નકારી દીધી હતી.
શું હતી ડીલ? 

થેરેસાએ ઈયુની સાથે ટ્રેડ, કાયદો, સીમા સાથે જોડાયેલા કરાર હતા. તેની મંજૂરી માટે તેમણે સંસદમાં આ પ્રસ્તાવ રજૂ કર્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments