બ્રેક્ઝિટ વિવાદથી વડાપ્રધાન પદને જોખમ, આખરે પીએમ થેરેસા મેની રાજીનામાની ઘોષણા

0
50

લંડનઃ બીજા વિશ્વ યુદ્ધ બાદ બ્રેક્ઝિટ તરીકે સામે આવેલા રાજકીય સંકટમાં આખરે બ્રિટિશ વડાપ્રધાન થેરેસા મેએ પોતાનું પીએમ પદ ગુમાવવાનો વારો આવ્યો છે. થેરેસા મેએ જાહેરાત કરી છે કે, તે 7 જૂનના રોજ પીએમ પદેથી રાજીનામું આપશે. મેએ કહ્યું કે, આવનારા દિવસોમાં અમેરિકન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની પ્રસ્તાવિત મુલાકાત બાદ રાજીનામું આપશે.

બેરિસ જ્હોનસન દાવેદારી નોંધાવી
મેએ હાલમાં જ બ્રેક્ઝિટ (યુરોપિયન યુનિયનથી અલગ થવા)ની શરતો સંબંધિત બિલની સંસદમાં ચર્ચા બાદ રાજીનામું આપવા પર સહમતિ વ્યક્ત કરી હતી. તેમના રાજીનામા પહેલાં જ બ્રેક્ઝિટ સમર્થક કન્ઝર્વેટિવ નેતા બોરિસ જ્હોનસે વડાપ્રધાન પદ માટે દાવેદારી નોંધાવી છે.
થેરેસાએ વાયદો કર્યો હતો કે, બ્રેક્ઝિટ માટે તેઓ સંસદમાં નવો પ્રસ્તાવ લાવશે. જે પહેલાની સરખામણીએ વધુ આકર્ષક અને શ્રેષ્ઠ હશે. તેઓએ આશા વ્યક્ત કરી હતી કે, યુરોપિયન યુનિયન સાથે અલગ થવાની શરતોનો આ પ્રસ્તાવ સંસદ સ્વીકાર કરશે.
આ પ્રસ્તાવ જૂનના પ્રથમ સપ્તાહમાં સંસદમાં વિચાર વિમર્શ માટે રજૂ કરવાનો હતો. પરંતુ વિપક્ષ લેબર પાર્ટીએ સંસદમાં આ નવા પ્રસ્તાવનું સમર્થન નહીં કરવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ હવે મેએ પોતાના પદેથી જૂનમાં રાજીનામું આપવાની તૈયારી કરી લીધી છે.

આગામી સપ્તાહે વડાપ્રધાન પસંદ કરવાની પ્રક્રિયા
થેરેસા મે પર છેલ્લાં ઘણાં સમયથી આરોપ લાગી રહ્યો હતો કે, યુરોપથી યુનાઇટેડ કિંગડમ (યુકે)ને બહાર કરવાની સમજૂતી પર તેઓ પોતાની પાર્ટીને જ મનાવી નથી શકતી. સંસદમાં તેમના બ્રેક્ઝિટ પ્લાનને ઘણીવાર નકારવામાં આવ્યો.
થેરેસાએ નિવેદનમાં કહ્યું, આ મારાં માટે ખેદનો વિષય છે કે, હું બ્રેક્ઝિટ સમજૂતી કરવામાં સફળ નથી થઇ શકતી. પાર્ટીના નવા નેતા પસંદ કરવાની પ્રક્રિયા આગામી સપ્તાહેથી શરૂ થશે. રિપોર્ટ્સ અનુસાર, બ્રેક્ઝિટમાં હવે વડાપ્રધાન પદની હોડ શરૂ થઇ ગઇ છે. આ દરમિયાન થેરેસા એક્ટિંગ વડાપ્રધાન રહી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here