ઘણીવાર મોટાપાને કારણે આપણે આપણા મનગમતા ડ્રેસ પહેરી શકતા નથી. કારણ કે આપણને ડર રહે છે કે ક્યાંક આપણે વધારે જાડા તો નથી દેખાઇ રહ્યા છે. એવામાં આપણે અચાનક તો વજન ઓછું કરી ન શકીએ પરંતુ ડ્રેસપને ચેન્જ કરી શકીએ છીએ. જાણો, કેટલીક એવી જ ટિપ્સ…
બેલ સ્લીવ્ઝ
સાડી પહેરી રહ્યા છો તો બેલ સ્લીવ્ઝ બ્લાઉઝ પહેરો. આ બ્લાઉઝ બેલ આકારમાં બનાવવામાં આવે છે. તેમાં સ્લીવ્ઝ પાતળી દેખાય છે.
લૉન્ગ કેપ સ્લીવ્ઝ
કેપ સ્ટાઇલ ફેશન ટ્રેન્ડમાં ચાલી રહ્યુ છે. સાડી બ્લાઉઝ, ટૉપ ઉપરાંત કેટલાય ટ્રેડિશનલ ડ્રેસની સાથે આ સ્ટાઇલ પસંદ કરવામાં આવી રહી છે. તમે તમારા પસંદ અનુસાર હાફ અથવા ફુલ સ્લીવ પહેરી શકો છો. આ સ્ટાઇલમાં સ્લીવ્ઝ પણ પાતળી લાગશે.
રફ્ફલ સ્લીવ્ઝ
વેસ્ટર્ન સ્ટાઇલમાં રફ્ફલ સ્ટાઇલ સ્લીવ્ઝ પહેરવાની સાથે ટ્રેડિશનલની સાથે પણ આ સ્ટાઇલ ટ્રાય કરી શકે છે. આ બ્લાઉઝ ખૂબ જ સુંદર લાગે છે.
3/4 સ્લીવ્ઝ
આ પ્રકારની સ્લીવ્ઝની લેન્થ કોણી સુધીની હોય છે. આજકાલ આ પ્રકારની સ્લીવ્ઝ ખૂબ જ ટ્રેન્ડમાં ચાલી રહી છે. તેનો ફાયદો એ છે કે હાથનો ઉપરનો ભાગ કવર થઇ જાય છે અને સ્લીવ્ઝ પાતળી દેખાય છે.