Tuesday, December 5, 2023
Homeદેશભગવાન શ્રીરામ સમગ્ર વિશ્વના છે, એકલા હિન્દુઓના નથી: ફારૂક અબ્દુલ્લાહ

ભગવાન શ્રીરામ સમગ્ર વિશ્વના છે, એકલા હિન્દુઓના નથી: ફારૂક અબ્દુલ્લાહ

- Advertisement -

જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારૂક અબ્દુલ્લાહ એ શનિવારે અખ્નૂર જિલ્લામાં રેલીને સંબોધતાં કહ્યું હતું કે ‘હિન્દુ ખતરે મેં હૈ’ તેમ નારા ચૂંટણી પ્રચારમાં ગજાવતા ફરે છે. આ દ્વારા તેઓએ ભાજપ ઉપર આડકતરા પ્રહારો કર્યા હતા. તેઓએ વધુમાં કહ્યું હતું કે તેવા નારાઓનો ભોગ ન બનવા હું તમોને વિનંતિ કરૂં છું. આ પ્રવચન દરમિયાન તેઓએ વધુમાં જણાવ્યું હતું કે ભગવાન શ્રીરામ તો સમગ્ર વિશ્વના છે એકલા હિન્દુઓના નથી. વાસ્તવમાં કોઈ ધર્મ ખરાબ નથી. માનવીઓ જ તેને ભ્રષ્ટ કરે છે.

પોતે કે પોતાનો પક્ષ પાકિસ્તાન તરફ હોવાના આક્ષેપોને રદીયો આપતાં આ પીઢ રાજકારણીએ જણાવ્યું હતું કે કોઈ પણ ધર્મ ખરાબ હોઈ શકે જ નહીં. માનવીઓ ભ્રષ્ટ હોય છે ધર્મ નહીં. પોતાના ઉપર અને પોતાના કુટુમ્બ ઉપર પાકિસ્તાન તરફી હોવાના આક્ષેપોને સ્પષ્ટ રદીયો આપતાં તેઓે કહ્યું હતું કે મહમ્મદ અલી ઝિન્નાહ (સ્વાતંત્ર્ય પૂર્વે) મારા પિતાશ્રી (શેખ અબ્દુલ્લાહ)ને મળવા આવ્યા હતા. પરંતુ તેઓએ પાકિસ્તાનમાં જોડાવાની સ્પષ્ટ ના કહી દીધી હતી.

આમ છતાં કેન્દ્ર ઉપર પ્રહારો કરતાં તેમણે કહ્યું હતું કે, અમને ૫૦,૦૦૦ નોકરીઓનું વચન અપાયું હતું. પરંતુ તે નોકરીઓ છે જ ક્યાં ? અમારા તબીબો, નર્સો અને પેરામેડીકલ્સ સર્વે બેરોજગાર છે. તેઓને રોજગારી આપવાનું કામ ગવર્નર (રાજ્યપાલ) કરી જ ન શકે તેથી તેઓને તે માટે જવાબદાર ગણી પણ ન શકાય, તેથી જ ચૂંટણી અનિવાર્ય છે.

જમ્મુ અને કાશ્મીરને પાછો રાજ્યકક્ષાનો દરજ્જો આપવાની તરફદારી કરતાં તેઓએ કહ્યું હતું કે હવે તે સમય પણ દૂર નથી. કે જ્યારે લદાખ પણ જમ્મુ અને કાશ્મીર સાથે જોડાઈ જશે. આ સાથે, જમ્મુ અને કાશ્મીરને વિશિષ્ટ દરજ્જો આપતી સંવિધાનની કલમ ૩૭૦ દૂર કરાઈ છે તે ફરી દાખલ કરવાની તરફેણ કરતાં તેમણે જમ્મુ અને કાશ્મીરને વિશિષ્ટ દરજ્જો પાછો આપવામાં આવે અને લદાખ સહિત સમગ્ર રાજ્યને ફરી એકીકૃત એકમ બનાવવા પણ તે વક્તવ્યમાં અનુરોધ કર્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular