Tuesday, December 7, 2021
Homeભડક્યા કુમાર સ્વામી, કહ્યું- કોંગ્રેસ સીમા ઓળંગી રહી છે, મુખ્યમંત્રી પદ છોડી...
Array

ભડક્યા કુમાર સ્વામી, કહ્યું- કોંગ્રેસ સીમા ઓળંગી રહી છે, મુખ્યમંત્રી પદ છોડી દઈશ

નવી દિલ્હી: મહાગઠબંધન ફોર્મ્યુલાથી બનેલી કર્ણાટકની કોંગ્રેસ અને જેડીએસ સરકાર ફરી એક વાર તૂટવાની કગાર પર જોવા મળી રહી છે. સતત રાજકીય ખેંચતાણ વચ્ચે મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ નિવેદન આપ્યું છે કે, કોંગ્રેસના નેતાઓ તેમની સીમા ઓળંગી રહ્યા છે અને તેઓ પદ છોડવા માટે તૈયાર છે. તેમણે કહ્યું છે કે, કોંગ્રેસે તેમના ધારાસભ્યોને કંટ્રોલમાં રાખવા જોઈએ.

નોંધનીય છે કે, થોડા દિવસ પહેલાં કોંગ્રેસના અમુક ધારાસભ્યોએ નિવેદન આપ્યું હતું કે, તેમના નેતા કુમારસ્વામી નહીં પરંતુ કોંગ્રેસના સિદ્ધારમૈયા છે. તે વિશે કુમારસ્વામીએ જવાબ આપ્યો છે. કુમારસ્વામીએ કહ્યું કે, કોંગ્રેસે આ દરેક મુદ્દાઓને ધ્યાનમાં રાખવા જોઈએ. જો તેઓ આ બધુ ચાલુ રાખવા માંગતા હોય તો તેઓ મુખ્યમંત્રી પદ છોડવા માટે તૈયાર છે.

કર્ણાટક સરકાર પર સંકટ
  • છેલ્લા કેટલાક દિવસથી કર્ણાટકની સરકાર પર જોખમ જોવા મળી રહ્યું છે. થોડા દિવસ પહેલાં જ બે અપક્ષ ધારાસભ્યોએ કુમારસ્વામી સરકારમાંથી તેમનું સમર્થન પાછું ખેંચ્યું છે. આ પહેલાં કોંગ્રેસના પણ અમુક ધારાસભ્યો નારાજ હતા અને જાણવા મળ્યું હતું કે, તે લોકો ભારતીય જનતા પાર્ટીના સંપર્કમાં હતા.
  • થોડા દિવસો પહેલાં કોંગ્રેસના અમુક નારાજ ધારાસભ્યો મુંબઈમાં હતા અને આ દરમિયાન ભાજપ નેતાઓ દ્વારા સતત નિવેદન કરવામાં આવતા હતા કે, કર્ણાટકમાં થોડા જ દિવસોમાં ભાજપની સરકાર બનશે.
  • જે દરમિયાન કોંગ્રેસ ધારાસભ્યો મુંબઈમાં હતા ત્યારે બી.એસ. યેદિયુરપ્પા તેમના દરેક 104 ધારાસભ્યો સાથે ગુરુગ્રામમાં હતા. તે સમયે તેઓ પાર્ટી પ્રમુખ અમિત શાહને મળવા આવ્યા હતા પરંતુ એવી અફવા જાણવા મળી હતી કે તે બધા સરકાર બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. નોંધનીય છે કે, કર્ણાટકમાં ગઈ એપ્રિલ-મેમાં ચૂંટણી થઈ હતી. ત્યારથી અત્યાર સુધીમાં ઘણી વખત કોંગ્રેસ અને જેડીએસ વચ્ચે ખેંચતાણ જોવા મળી છે.
શું છે કર્ણાટકનું સમીકરણ?

કર્ણાટકમાં સરકાર બનાવવા માટે 113 ધારાસભ્યોની જરૂર છે. અત્યારે કુમારસ્વામી સરકારે સાથે કોંગ્રેસના 80 અને જેડીએસના 37 એટલે કે કુલ 117 ધારાસભ્યો છે. જ્યારે 2 અપક્ષના ધારાસભ્યએ સમર્થન પાછું ખેંચી લીધું છે અને બસપાનો એક ધારાસભ્ય પહેલાં જ તેનું સમર્થન પાછું ખેંચી ચૂક્યો છે. નોંધનીય છે કે, ભાજપ પાસે હાલ પણ 104 ધારાસભ્યો છે અને તેમને માત્ર 9 ધારાસભ્યોની જરૂર છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments