Thursday, September 23, 2021
Homeભડક્યા CM કેજરીવાલ: ભાજપને કહી લુચ્ચા, ગુંડાઓની પાર્ટી; PM મોદીને ગણાવ્યા હિટલર
Array

ભડક્યા CM કેજરીવાલ: ભાજપને કહી લુચ્ચા, ગુંડાઓની પાર્ટી; PM મોદીને ગણાવ્યા હિટલર

નવી દિલ્હી: દિલ્હી તરફ ગુરુગ્રામમાં હોળીના દિવસે એક મુસ્લિમ પરિવારને માર માર્યો હોવાનો વીડિયો વાયરલ થયા પછી સીએમ અરવિંદ કેજરીવાલે આ ઘટના વિશે ટ્વિટ કરી તેમનો ગુસ્સો વ્યક્ત કર્યો છે. સીએમ કેજરીવાલે કહ્યું છે કે, આ લોકો હિન્દુ નથી. હિન્દુઓના વેશમાં ગુંડા છે. તેમની પાર્ટી લુચ્ચા, નાલાયક અને ગુંડાઓની ફોજ છે. દેશના દરેક લોકો અને હિન્દુઓએ આ લોકોથી બચવું ખૂબ જરૂરી છે.

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે આ ઘટના વિશે વડાપ્રધાન મોદી ઉપર પણ આકરા પ્રહાર કર્યા છે અને કહ્યું છે કે, જે પ્રમાણે સત્તા માટે હિટલરના ગુંડાઓ લોકોને મારતા હતા, તેમનું ખુન કરતા હતા તેવી જ રીતે મોદીજી પણ સત્તા માટે આ બધુ કરાવી રહ્યા છે. હિટલરના રસ્તે જઈ રહ્યા છે. પરંતુ મોદી સમર્થકો જોઈ નથી રહ્યાં કે આપણું ભારત કઈ દિશામાં જઈ રહ્યું છે.

નોંધનીય છે કે, ગુરુગ્રામમાં ભોંડસીના ભૂપસિંહ નગર વિસ્તારમાં મુસ્લિમ પરિવારના અમુક બાળકો સાંજે 5 વાગે ઘરની બહાર ક્રિકેટ રમી રહ્યા હતા. તે મામલે અહીં કોઈ વિવાદ થયો હતો અને ત્યારપછી 30થી 35 લોકોએ શાહિદ નામના વ્યક્તિને ખૂબ માર માર્યો હતો. આ દરમિયાન ઘરની છોકરીઓ, મહિલાઓ અને બાળકો સતત મદદ માટે બુમો પાડી રહી હતી પરંતુ તે બદમાશો રોકાયા જ નહીં. બદમાશોની મારઝૂડના કારણે તે વ્યક્તિ બેભાન થઈ ગયો હતો. હરિયાણા પોલીસે પીડિત પરિવાર તરફથી ફરિયાદ નોંધી લીધી છે અને અંદાજે 12 લોકો સામે ફરિયાદ નોંધી લેવામાં આવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments