ભણસાલી બનાવી રહ્યાં છે દમદાર ફિલ્મ, આ 2 હિરોઈનનો લાગી શકે છે ચાન્સ

0
25

ખમતીધર ફિલ્મ સર્જક સંજય લીલા ભણસાલી હાલ એક ફિલ્મનું પ્લાનિંગ કરી રહ્યા છે. એમાં હીરોઇન તરીકે આલિયાભટ્ટ કે દીપિકા પાદુકોણ બેમાંથી કોણ ચમકશે એની ચર્ચા હાલ કૉકટેલ સર્કિટમાં ચાલી રહી છે.

આલિયા પાસે ભણસાલીને આપવા માટે સળંગ તારીખો પર સવાલ

દીપિકા અગાઉ ભણસાલીની ત્રણ ફિલ્મો કરી ચૂકી છે- રામલીલા- ગોલિયોં કી રાસલીલા, બાજીરાવ મસ્તાની અને પદ્માવત. ત્રણે ફિલો સુપરહિટ નીવડી હતી. સ્વાભાવિક રીતે જ ભણસાલી સાથે ચોથી ફિલ્મ કરવાની એની અદમ્ય ઇચ્છા હોઇ શકે છે. પરંતુ ભણસાલીની નિકટનાં સૂત્રોએ જણાવ્યા મુજબ હાલ ભણસાલીના મનમાં આલિયા ભટ્ટ છે. જોકે આલિયા પાસે ભણસાલીને આપવા માટે સળંગ તારીખો હશે કે કેમ એ પણ ચર્ચાનો વિષય છે.

એમના મનમાં અત્યારે આલિયા ભટ્ટ છે એ વાત નક્કી

આલિયા હાલ કરણ જોહરની બ્રહ્માસ્ત્ર ઉપરાંત કલંક ફિલ્મ કરી રહી છે. ત્યારબાદ કદાચ એના પિતા સિનિયર ફિલ્મ સર્જક મહેશ ભટ્ટની સડક ટુ ફિલ્મ શરૂ કરે એવી શક્યતા નકારી શકાય નહીં. ભણસાલીના પ્રવક્તાએ કહ્યું કે હજુ ભણસાલી સરે કોઇ ફાઇનલ નિર્ણય કર્યો નથી. એમના મનમાં અત્યારે આલિયા ભટ્ટ છે એ વાત નક્કી છે. જોવાનું છે કે ભણસાલી સર આખરી પસંદગી કોના પર ઊતારે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here