ભલે ચૂંટણીનાં પરિણામ જે આવે તે, પ્રજાને તો આ ઝટકા લાગશે જ!

0
22

ભારતને ઈરાન પાસેથી ઓઇલની ખરીદીની મળેલી છૂટ પર પણ હવે અમેરિકાએ પૂર્ણવિરામ મૂકી દીધું છે. આ પરિસ્થિતિઓને કારણે આવનારા દિવસોમાં પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં જબરદસ્ત વધારો થવાની આશંકા છે. જો કે ભારત સરકાર તરફથી આ સંકટ સામે નીપટવાની તૈયારીઓ કરાઈ હોવાનાં દાવા થઈ ચૂક્યાં છે.

અમેરિકાએ સંકેત આપી જ દીધાં છે કે ચૂંટણી બાદ ભારતને મળતો વેપાર વિશેષાધિકાર, જીએસપી (જેનસ્લાઇઝ્ડ સિસ્ટમ ઓફ પ્રેફરન્સ) પર અંતિમ નિર્ણય કરશે. અહેવાલો અનુસાર એક બેઠકમાં અમેરિકાએ સંકેત આપ્યો હતો કે તે આ મુદ્દે ભારતમાં નવી સરકાર રચાય ત્યાં સુધી કોઈ નિર્ણય નહીં કરે. ઉલ્લેખનીય છે કે અમેરિકાનાં વેપાર પ્રતિનિધિ કાર્યાલયે ગત માર્ચમાં જણાવ્યું હતું કે ભારતને જીએસપી કાર્યક્રમથી બહાર કરવાનો નિર્ણય ઓછામાં ઓછા ૬૦ દિવસ સુધી નહીં જ લેવાય.

શરૂઆતમાં અમેરિકી સંસદ અને ભારત સરકારને આ અંગે જાણકારી અપાશે. રાષ્ટ્રપતિ ટ્રમ્પના હુકમ બાદ આ નિર્ણયનો અમલ કરાશે. અમેરિકાનો આ નિર્ણય લાગુ થયા બાદ ભારત જે પ્રોડક્ટને અમેરિકામાં વેચશે તેના પર ત્યાંની સરકાર ટેક્સ લગાવશે. અત્યાર સુધી ભારત ટેક્સ વિના કેટલીક પ્રોડક્ટની નિકાસ કરતી રહી છે.

જો કે ભારતનો એવો દાવો છે કે અમેરિકાના નિર્ણયથી દેશ પર તેનો ખાસ કોઈ પ્રભાવ નહીં પડે, પરંતુ નિષ્ણાતો કહે છે કે નાના વેપારીઓને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. આ ઉપરાંત રોજગાર સામે પણ જોખમનાં વાદળ મંડરાઈ શકે છે. અમેરિકાનાં ઈરાન પરનાં પ્રતિબંધને કારણે પાછલા કેટલાક દિવસો દરમિયાન આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતોમાં વધારો થઈ રહ્યો છે.

ભારતને ઈરાન પાસેથી ઓઇલની ખરીદીની મળેલી છૂટ પર પણ હવે અમેરિકાએ પૂર્ણવિરામ મૂકી દીધું છે. આ પરિસ્થિતિઓને કારણે આવનારા દિવસોમાં પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં જબરદસ્ત વધારો થવાની આશંકા છે. જોકે ભારત સરકાર તરફથી આ સંકટ સામે નીપટવાની તૈયારીઓ કરાઈ હોવાના દાવા થઈ ચૂક્યા છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ઝડપી તેજીને કારણે મોંઘવારી પણ વધી શકે છે. મોંઘવારીનો માર પડવાની સ્થિતિમાં આની સીધી અસર રિઝર્વ બેન્કની મોનિટરી પોલિસી પર પણ પડી શકે છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here