‘ભલે લાફો મારી લે’ એવી હરકત કરી કે બોલીવુડના સિંઘમે આ મહિલા સામે નમવું પડ્યું

0
58

અજય દેવગણ, માધુરી દીક્ષિત અને અનિલ કપૂરની મુખ્ય ભુમિકા વાળી મલ્ટી સ્ટારર ફિલ્મ ટોટલ ધમાલ રીલીઝ થઇ ચુકી છે. આ કોમેડી ફિલ્મની દર્શકો આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યાં હતા. જો કે પાછલાં દિવસોમાં આ ફિલ્મને લઇને કેટલોક વિવાદ ઉભો થયો હતો.

હકીકતમાં આ ફિલ્મના એક ગીતથી મ્યુઝીક ડાયરેક્ટર રાજેશ રોશન, લતા મંગેશકર અને ઉષા મંગેશકર નારાજ થયાં છે. આ ફિલ્મમાં સોનાક્ષી સિન્હા પર ફિલ્માવવામાં આવેલા ગીત ‘મુંગડા’ પર વિવાદ થયો છે. 1978માં આવેલા આ ગીત પર રાજેશ નારાજ થયાં છે. લતા મંગેશકરે આ ગીત પર નારાજગી વ્યક્ત કરતાં કહ્યું હતું કે આ ગીતને પરવાનગી લીધા વિના રિમિક્સ કરવામાં આવ્યું છે. જો કે આ મુદ્દે ફિલ્મના પ્રોડ્યુસર ઇન્દ્ર કુમારે સ્પષ્ટતા કરી હતી અને હવે અજય દેવગણે આ મુદ્દે પ્રતિક્રિયા આપી છે.

લતા મંગેશકરે એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે, સિનિયર આર્ટિસ્ટને પોતાનો પક્ષ રજૂ કરવાનો અધિકાર છે. તેમણે કહ્યું હતું કે સિંગર તેમની પરવાનગી વિના ગીત કૉપી કરવા માટે ઝાટકણી પણ કાઢી શકે છે અને લાફો પણ મારી શકે છે. આ અંગે અજયે કહ્યું કે, લતાજી ઘણાં સિનિયર છે. મને લાગે છે કે ઘણાં લોકો ગીતને રિક્રિએટ કરે છે અને તે તેમને પસંદ નથી. જો આ વાતથી તેમને દુખ થયું હોય તો તે અમને લાફો પણ મારી શકે છે. તેમને આમ કરવાનો પૂરો અધિકાર છે. જો તેમને કોઇ વાત પસંદ ન આવી હોય તો અમે તેમની માફી માંગવા માટે તૈયાર છીએ.

જણાવી દઇ કે મુંગડા ગીતને મૂળ રૂપે ઉષા મંગેશકરે સ્વરબદ્ધ કર્યુ હતું અને તેનું મ્યુઝિક રાજેશ રોશને આપ્યું હતુ. આ ગીત ફિલ્મ ‘ઇનકાર’માં ફિલ્માવવામાં આવ્યું હતુ. હવે ટોટલ ધમાલમાં તેનું રિક્રિએટ વર્ઝન સોનાક્ષી સિન્હા પર ફિલ્માવવામાં આવ્યું છે જે દર્શકોને પસંદ આવી રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here