Sunday, November 28, 2021
Homeભલે સડી જાય પણ પાકિસ્તાનને ટામેટાં તો નહીં જ મોકલીએ, જગતના તાતનો...
Array

ભલે સડી જાય પણ પાકિસ્તાનને ટામેટાં તો નહીં જ મોકલીએ, જગતના તાતનો નિર્ણય

કાશ્મીરનાં પુલવામા માં અર્ધ લશ્કરી દળની ટુકડી પર થયેલા આતંકી હુમલા બાદ સમગ્ર દેશમાં ભારોભાર રોષની લાગણી વ્યાપી છે. દરેક સંસ્થા,સંગઠનો વ્યક્તિઓ અને દરેક સમુદાયનાં લોકો પોત-પોતાની રીતે આ હુમલાને વખોડીને વિરોધ જતાવી રહ્યા છે. તેવામાં દેશનાં અન્નદાતા ગણતા ખેડૂતોએ પણ અનોખી રીતે ગુસ્સો ઠાલવ્યો છે. મધ્યપ્રદેશનાં ઝાબુઆ જિલ્લાનાં ખેડૂતોએ નિર્ણય કર્યો છે કે, તેઓ પોતાનાં પેટલાવદ ટમેટા પાકિસ્તાન નહિ મોકલે. તમન જણાવી દઈએ કે એમપીનાં ઝાબુઆ જિલ્લાનાં પેટલાવદ તાલુકામાં ટમેટાની વિષેશ જાતનો મબલખ પાક થાય છે. જે ટમેટા પેટલાવદ ટમેટા તરીકે પ્રખ્યાત છે, આ ટમેટાની પાકિસ્તાનમાં ભારે માંગ છે. ઝાબુઆનાં ખેડૂતોએ નિર્ણય કર્યો છે કે, અમાર ટમેટા સડી જાય અથવા અમારે ફેંકવા પડે તે મંજૂર છે, પરંતુ આતંકીઓનાં આશ્રયસ્થાન ગણાતા પાકિસ્તાનમાં અમારા ટમેટા નહિ મોકલીએ.

ઝાબુઆ જિલ્લાનાં પેટલાવદ તાલુકામાં પેદા થતા આ ટમેટા દર વર્ષે વિપુલ પ્રમાણમાં પાડોશી દેશમાં નિકાસ કરીએ છે. મળતી માહિતી પ્રમાણે ઝાબુઆનાં ખેડૂતોનું કહેવું છે કે, પાકિસ્તાન આપણાં જવાનો પર નિર્દયી હુમલા કરે છે. ઇંટનો જવાબ પત્થરથી આપવો જોઈએ. જેથી અમે ટમેટા પાકિસ્તાન મોકલવા પર પ્રતિબંધ લાગ્યો છે. મહત્વનું છે કે અહિનાં ખેડૂતોએ છેલ્લા થોડા વર્ષોમાં ટમેટાની નિકાસ કરીને ઘણો નફો રળ્યો છે.

પેટલાવદ ટમેટાની વિશેષતા

પેટલાવદ ટમેટા ચટક લાલ રંગનાં હોય છે. આ ટમેટાનાં ખાટ-મીઠા સ્વાદને કારણે જ પાકિસ્તાનમાં તેની ઘણી માંગ છે. આ ટમેટાનું વજન 50 ગ્રામથી લઈને 150 ગ્રામ સુધીમાં હોય છે. મહત્વનું છે કે, ત્રણ વર્ષ પહેલા થયેલા ઉરી હુમલા બાદ અહિનાં ખેડૂતોએ પાકિસ્તાનને ટમેટા મોકલવાનું બંધ કર્યુ છે.

ખેડૂતોએ સરકારને કરી અપીલ

ઝાબુઆનાં ખેડૂતોએ કેન્દ્રની મોદી સરકારને અપીલ કરી છે કે, અમારી પેટલાવદ ટમેટાને વેંચવા માટે ખાડી દેશો અથવા અન્ય જગ્યાએ નવા માર્કેટની શોધ કરવી જોઈએ.

ભારતમાં પણ વહેંચાય છે પેટલાવદ ટમેટા

ઝાબુઆ જિલ્લાનાં પેટલાવદમાં ટમેટાની સારી ઉપજ થાય છે. વિઘા દિઠ 600થી 700 કેરેટ ટમેટાનું ઉત્પાદન થાય છે. જો પાકને સારા પ્રમાણમાં પાણી મળે તો ઉત્પાદન 1000થી 1200 કેરેટ સુધી પહોંચી જાય છે. ટમેટાનાં ઉત્પાદનમાં વિઘા દિઠ 50થી 75 હજાર રૂપિયા સુધીનો ખર્ચ થાય છે. જેમાં રાસાયણિક દવા, મજૂરી, બીજ, તાર,વાંસ સુતળી, ખાતર, કેરેટ અને પરિવહન ખર્ચ શામેલ છે. અહિં ઉત્પાદન થતા ટમેટા દિલ્હી,હરિયાણા,રાજસ્થાન,રતલામ અને ગુજરાતના ખેતીવાડી હજારમાં વેંચાવા માટે જાય છે.

કિસાન સંઘનાં જિલ્લા પ્રમુખ મહેન્દ્ર હામડનાં જણાંવ્યા પ્રમાણે પેટલાવદ ટમેટા પાકિસ્તાનમાં 200થી 250 રૂપિયા કિલો વેચાય છે. આનાથી મોટી વાત બીજી કઈ હોય શકે.હવે ખેડૂતોને ભલે નુકસાન થાય, પરંતુ પોતાનાં દુશ્મનને તે ઉપજ નહિ વેંચે.

પેટલાવદ ટમેટા આ રીતે પહોંચે છે પાકિસ્તાન

પેટલાવદ ટમેટા પહેલા દિલ્હી માર્કેટીંગ યાર્ડમાં પહોંચે છે. ત્યારબાદ પઠાણકોટનાં રસ્તે પાકિસ્તાન મોકલવામાં આવે છે. બે વર્ષ પહેલા જ ટમેટા પાકિસ્તાન નિકાસ કરવાનું બંધ કરાયું હતું. તેમ છતાં દિલ્હીથી પઠાણકોટનાં રસ્તે ટમેટા મોકલાતા હતાં. ખેડૂતોનું કહેવું છે કે,અમે જે વેપારીને ટમેટા વહેંચશું તેને અપીલ કરીશું કે તે ટમેટા પાકિસ્તાન ન મોકલે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments