Tuesday, September 21, 2021
Homeભાગેડું નીરવ મોદીને ભારત લાવવા તૈયારીઓ શરૂ, આ તારીખે CBI ટીમ જશે...
Array

ભાગેડું નીરવ મોદીને ભારત લાવવા તૈયારીઓ શરૂ, આ તારીખે CBI ટીમ જશે લંડન

હીરા કરોબારમાં ભાગેડુ જાહેર થયેલા નીરવ મોદીના બ્રિટન દ્વારા પ્રત્યાર્પણ કરવાના મામલામાં સીબીઆઈની એક ટીમ સ્થાનીય અધિકારીઓની સહાયતા માટે 29 માર્ચે લંડન જઈ રહી છે. લંડનની એક અદાલતમાં ભાગેડુ નીરવ મોદીની જામીન અરજી પર શુક્રવારે સુનાવણી હાથ ધરવામાં આવશે એવી જાણકારી અધિકારીઓ દ્વારા આપવામાં આવી છે

અધિકારીઓએ જણાવ્યું હતું કે, સંયુક્ત નિર્દેશક સ્તરના એક અધિકારીને આવશ્યક દસ્તાવેજો સાથે લંડન જવાની કામગીરી સોંપવામાં આવી છે. 48 વર્ષના આ હીરા વેપારી પર પોતાના મામા મેહુલ ચોક્સી સાથે મળીને પંજાબ નેશનલ બેંક સાથે બે અરબ ડોલરની છેતરપિંડી કરવાનો આરોપ છે.

બ્રિટનના એક જાણીતા અખબાર ધ ટેલિગ્રાફ દ્વારા નીરવ મોદી લંડનના એક પોશ વિસ્તારમાં રહેતો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. એના પછી નીરવ મોદીની ભારત દ્વારા પ્રત્યાર્પણના મામલે ધરપકડ કરવામાં આવી હતી

નીરવ મોદીને વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ અદાલતમાં ગયા અઠવાડિયે રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં તેણે ભારતમાં પ્રત્યાર્પણ થવા મુદ્દે વિરોધ કર્યો હતો. જિલ્લા ન્યાયાધીશ મૈરી મેલને નીરવ મોદીને જમાનત ન આપતાં 29 માર્ચ સુધી કસ્ટડીમાં મોકલી દીધો. અદાલતે કહ્યું કે, આ વાતને માનવા માટે મજબૂત આધાર એ છે કે જો તેને જમાનત આપવામાં આવશે તો એ આત્મસમર્પણ નહીં કરે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments