Monday, October 18, 2021
Homeભાજપના જ સાંસદે કહ્યું કે ચોકીદાર ચોર છે, સત્ય કહેવું બળવાખોરી ગણાશે
Array

ભાજપના જ સાંસદે કહ્યું કે ચોકીદાર ચોર છે, સત્ય કહેવું બળવાખોરી ગણાશે

મમતા બેનર્જીની રેલીમાં ભાજપના સાંસદ શત્રુઘ્ન સિંહાએ જીએસટી, રફાલ અને નોટબંધીનો મુદ્દો ઉઠાવ્યો હતો. સિંહાએ રેલીમાં કહ્યું કે, રાતો-રાત નોટબંધી લાગુ કરી દેવામાં આવી. નોટબંધી કરી સરકારને લોકોને બેરોજગાર કરવાનો હક કોણે આપ્યો. આજે દેશમાં ખેડૂત બેહાલ છે. જ્યારે પીએમ મોદી સીએમ હતા. ત્યારે તેઓ જીએસટીનો વિરોધ કરતા હતા. અને હવે દેશમાં જીએસટી લાગુ કરવામાં આવ્યું છે. જીએસટી અને નોટબંધી લીમડાના કારેલાની જેમ સાબિત થયા છે.

શત્રુઘ્ન સિંહાએ કહ્યુ કે, રફાલ પર તથ્યો દબાવવામાં આવી રહ્યા છે. સરકાર આમ કરશે તો દેશની જનતા ખરેખર કહેશે કે ચોકીદાર ચોર છે. અટલજીના જમાનામાં લોકશાહી હતી. જ્યા સુધી રફાલ અંગે જવાબ આપવામાં નહીં આવે ત્યાં સુધી ચોકીદાર ચોર છે. સિંહાએ વધુમાં કહ્યું કે, આજે માનનીયના જમાનામાં તાનાશાહી છે. સત્ય કહેવું બળવાખોરી હોય તો, હું બળવાખોર છું.ચૂંટણી આવતાની સાથે વાયદા શરૂ કરવામાં આવ્યા છે. સરકારે મેઈડ ઈન ઈન્ડિયાની મોટી વાતો કરી પણ આજે મેઈડ ઈન ચાઈના ચાલી રહ્યું છે.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments