Tuesday, January 18, 2022
Homeભાજપના બે કદાવર નેતાઓની હાજરીમાં આવતીકાલે આશા પટેલ ધારણ કરી શકે છે...
Array

ભાજપના બે કદાવર નેતાઓની હાજરીમાં આવતીકાલે આશા પટેલ ધારણ કરી શકે છે કેસરિયો ખેસ

મહેસાણાના ઉંઝાના ધારાસભ્ય આશા પટેલ ભાજપમાં જોડાઈ શકે છે. સૂત્રોની માહિતી પ્રમાણે આશા પટેલ આવતીકાલે પાટણથી ભાજપમાં જોઈ શકે છે. હરિયાણાના મુખ્યપ્રધાન મનોહરલાલ ખટ્ટરની અને ગુજરાત ભાજપ પ્રદેશ મહામંત્રી કે.સી.પટેલની હાજરીમાં આશા પટેલ ભાજપમાં જોડાય તેવી સૂત્રોની માહિતી છે. આશા પટેલને ભાજપ પ્રદેશ પ્રમુખ જિતુ વાઘાણી ખેસ પહેરાવીને સત્તાવાર રીતે ભાજપમાં પ્રવેશ આપશે.  કે.સી.પટેલ વિદ્યા સંકુલમાં ભાજપના કાર્યક્રમનું આયોજન કરાયું છે. જેમાં આશા પટેલ ભાજપનો ખેસ ધારણ કરે તેવી શક્યતા છે.

આ કારણે રાજીનામું આપ્યું એમ મનાઈ રહ્યું હતું

મહેસાણા કોંગ્રેસમાં ચાલતો આંતરિક જૂથવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. જૂથવાદને કારણે જ પહેલા જીવાભાઇ પટેલ અને હવે આશા પટેલે કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો છે. પરિણામે હવે મહેસાણા બેઠકના સમીકરણો બદલાયા છે. ફક્ત આશા પટેલના રાજીનામાને કારણે કોંગ્રેસમાં બધું ઠીક થઇ જશે તેવી કોઇ શક્યતા હાલ તો દેખાતી નથી. રાજકીય વર્તુળોના જણાવ્યા મુજબ જૂથવાદને કારણે કોંગ્રેસમાંથી હજુ પણ અનેક રાજીનામાં પડી શકે છે.

આશા પટેલે આપેલા રાજીનામાના પડઘા છેક દિલ્હી હાઇકમાન્ડ સુધી પડ્યા

મહેસાણા જિલ્લાના રાજકારણમાં કોંગ્રેસમાં ઉકળતા ચરુ જેવી સ્થિતિ નિર્માણ પામી છે. કીર્તિસિંહ ઝાલાની દાદાગીરીના કારણે ધારાસભ્ય આશા પટેલે હાથનો સાથ છોડી દેતાં મહેસાણાનું રાજકારણ ગરમાયું છે. આશા પટેલે આપેલા રાજીનામાના પડઘા છેક દિલ્હી હાઇકમાન્ડ સુધી પડ્યા છે. પરિણામે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને ભરતસિંહ સોલંકીના ખાસ મનાતા એવા કીર્તિસિંહ ઝાલાને ઉત્તર ગુજરાતના રાજકારણમાંથી હટાવી દેવાયા છે. જો કે સમગ્ર મામલે કીર્તિસિંહનું કંઇક અલગ જ કહેવું છે.

મહેસાણામાં વાત ફક્ત કીર્તિસિંહ ઝાલાના વિરોધ પૂરતી સિમિત નથી. પ્રદેશ નેતાગીરીથી કંટાળીને આશા પટેલની જેમ મહેસાણાના વધુ કેટલાક ટોચના નેતાઓ કોંગ્રેસ સાથે છેડો ફાડે તેવી માહિતી સુત્રો પાસેથી જાણવા મળી રહી છે. કોંગ્રેસમાં કકળાટ એ હદે વધી ગયો છે કે 14 ફેબ્રુઆરીએ યોજાનારી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની સભાનું સ્થળ બદલવાની પણ નોબત આવી છે.

આશા પટેલ પહેલા જીવાભાઇ પટેલ પણ જૂથવાદથી કંટાળીને કોંગ્રેસ સાથે છેડો ફાડી ચૂક્યા છે. જો કે આશા પટેલના રાજીનામાંથી સફાળી જાગેલી કોંગ્રેસે મહેસાણામાં ડેમેજ કંટ્રોલ માટે કવાયત તો શરૂ કરી છે. પરંતુ સ્થાનિક નેતાઓનો જૂથવાદ અને અસંતોષ ઘટવાને બદલે વધી રહ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular