Friday, March 29, 2024
Homeભાજપના મીડિયા સેલને રૂપાણીની સલાહ, અડધી પીચ પર જઈને રમવાનું છે સ્ટમ્પ...
Array

ભાજપના મીડિયા સેલને રૂપાણીની સલાહ, અડધી પીચ પર જઈને રમવાનું છે સ્ટમ્પ આઉટ કરનાર કોઇ છે જ નહીં

- Advertisement -

ગાંધીનગર: લોકસભાની ચૂંટણીના અનુસંધાને આજે કમલમ ખાતે મળેલી ભાજપના મીડિયા સેલના વર્કશોપમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોંગ્રેસ સામે કટાક્ષ કરતા જણાવ્યું હતું કે તમારે અડધી પીચ ઉપર જ રમવાનું છે કારણ કે સ્ટમ્પ આઉટ કરનાર કોઈ છે જ નહીં એટલે કે વિપક્ષ પાસે કોઇ મુદ્દા નથી.

સીએમ રૂપાણીએ જણાવ્યું હતું કે આજે દિવસેને દિવસે મીડિયાનો વ્યાપ વધતો જાય છે. પ્રિન્ટ મીડિયા તેમજ ઇલેક્ટ્રોનિક્સ મીડિયાની સાથે સાથે સોશિયલ મીડિયા પણ ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે. પરિણામે સોશિયલ મીડિયામાં ફોલોઅર્સ વધુ છે અને સામાન્ય વાત પણ વાયરલ થઈને છેવાડાના માનવી સુધી પહોંચી જાય છે. લોકમત ઘડવા માટે મીડિયા મહત્વનું છે. ત્યારે આપણી વાતો આપણી વિચારધારા લોકો સુધી પહોંચાડવા માટે મીડિયાના રોલને ધ્યાને રાખીને જ વાડાના માનવી સુધી વિચારો પહોંચતા કરવા પડશે અને તે માટે જ આ શિબિરનું આયોજન કર્યું છે.

દેશમાં થયેલી સર્જિકલ સ્ટ્રાઈક અને એર સ્ટ્રાઈક બાદ પણ મીડિયા પોઝિટિવ રહ્યું છે. લોકસભાની ચૂંટણીમાં આપણા તમામ મુદ્દાઓ પંચલાઇનને યોગ્ય રીતે ઢાળી તેની પ્રેસનોટો કાર્યક્રમો અને ડિબેટમાં વહેતી કરવા અપીલ કરી હતી. મીડિયા વર્કશોપ અંગે તેમણે જણાવ્યું હતું કે લોકસભાની ચૂંટણીની હવા બનાવવા અને યોગ્ય વાતાવરણ બનાવવા માટે આ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular